જીવન-સાગર

 sea.jpg

 જનમ-મરણના કાંઠા વચ્ચે,

                  જીવન-સાગર અવિરત ધારે,

 રતી ઓટના પ્રવાહો વચ્ચે,

                 સુખ ને દુ:ખના ઝોલા જાણે.

કદીક તપતો સૂરજ માથે,

                 કદીક શીતળ ચંદ્રની સાથે,

ચંદરવો તારકનો રાતે,

                 સાગર વહેતો અવિરત ધારે.

વડવાનલ તો જલતો હૈયે,

                 તોયે વહેતો સૂરીલા ગાને,

 હસતો પીને જગના ઝેર,

                 શીખવે જેમ કોઇ સંતન જાણે

                      

 

Advertisements

9 thoughts on “જીવન-સાગર

  1. ગુજ.શબ્દકોશમાં વહેવુંના ઘણા અર્થો છે. ઉંચકવું, ખમવું-વેઠવું; પ્રવાહ રુપે સરવું; ઘસડાવું; જતું રહેવું; વીતવું. [વહી જવું = વંઠી જવું]

    આ શબ્દનું મુળ સંસ્કૃતના વહ્ ધાતુમાં પણ છે, જેના અર્થો પણ આમ છે :

    વહ્ (વહતિ-વહતે) ઊંચકવું;વહન કરવું; ઉપાડી જવું; આગળ ધકેલવું-લઈ જવું; લાવવું; લઈ આવવું; ધારણ કરવું ટેકવવું; હરી જવું; પરણવું; માલિક હોવું – પાસે હોવું; કાળજી રાખવી; અનુભવવું; ખસવું, ચાલવું; વહેવું (નદીનું); વાવું (પવનનું); ઊંચકાવવું,લેવરાવવું; હાંકવું; ધકેલવું; ઉપર થઈને જવું; પસાર થવું; વાપરવું, ધારણ કરવું.

    આ બધા સંસ્કૃતના શબ્દોમાંથી ગુજ.વહેવુંને લાગુ પડતા અર્થો જોઈશું તો સાગરના વહેવાને ખાસ વાંધો નથી. છતાં ધ્યાન દોરવાથી આટલું ખોળવાની તક મળી. આભાર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s