દ્રષ્ટિ અને સૃષ્ટિ

eyes1.jpg                 nature_mountains.jpg

  દ્રષ્ટિ ને સૃષ્ટિ બે સખી અનોખી,

          સૃષ્ટિ રંગીલી ને દ્રષ્ટિ નિરાળી,

વીણો તો મોતી દે સૃષ્ટિ સુહાની,

          પામો સૌ શૂન્ય જો દ્રષ્ટિ બીડેલી.

સૃષ્ટિ છે સૌની જાણે કે આરસી,

          દ્રષ્ટિ છે સૌની મનની અગાશી,

માણી શકો જો સૃષ્ટિ આ રૂપાળી,

          જાણી શકો જો દ્રષ્ટિ ના મીંચેલી.

સૃષ્ટિની કાયામાં પરવત ને ધરતી,

          દ્રષ્ટિની માયામાં વિધવિધ મૂરતી,

પ્રભુની રચના અદભૂત આ સૃષ્ટિ,

          ને તેની જ કૃતિ માનવની દ્રષ્ટિ.

બંનેની તોયે સ્થિતિ કેમ નીરાળી ?

          કહો કોણ ચડિયાતી એણે આલેખી ?

જેવી હો દ્રષ્ટિ, દીસે તેવી સૃષ્ટિ,

          વિશાળ સૃષ્ટિ સમી કાં ના  દ્રષ્ટિ ?!!!

Advertisements

12 thoughts on “દ્રષ્ટિ અને સૃષ્ટિ

 1. જેવી હો દ્રષ્ટિ, દીસે તેવી સૃષ્ટિ,
  વિશાળ સૃષ્ટિ સમી કાં ના દ્રષ્ટિ ?!!!

  મૂળ તથ્યની વાત માણવી ગમી.
  આભાર.

  Like

 2. સરસ કલ્પના! જો દ્રષ્ટી છે તો જ સૃષ્ટી છે! અને જો સૃષ્ટી છે તો જ દ્રષ્ટીની જરુર છે.

  Like

 3. પ્રભુની રચના અદભૂત આ સૃષ્ટિ,

  ને તેની જ કૃતિ માનવની દ્રષ્ટિ,

  સુંદર રચના! એ કડી મારી પણ!

  સુંદર સૃષ્ટી બનાવી તે હે પ્રભુ !
  માનવીએ દ્રષ્ટી બગાડી હે પ્રભુ!

  Like

 4. બહુજ સુંદર રચના છે.
  એક ગઝલની પંક્તિઓ યાદ આવી ગઈ.
  “જોયા નહી ધરતી ઉપર તો આભ ઉપર દ્રષ્ટિ કરી, અંતે ઉંચે મસ્તકે પણ નમન તો કરવુજ પડયુ”

  Like

 5. Vision(Drushti) & World(Srushti). Eternal Truth..about how we perceive the world.
  The world is the same and is created by the same one who gives us eyes but it is the perception of each individual that makes all the difference.
  For one “it’s a wonderful world”, for other it is a hell!
  Very nice poetic depiction!

  Like

 6. Oct 05, 2007

  Hum Kya Kahen ! Hum to Bas….Padhte jaate hay aur khush hote hay !!!
  Aap Bahut achha likhti hay !

  Navin Banker

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s