અંજલિ

anjali.jpg

  પંખીના ટોળાં અને યાદોના મેળા

દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં,

          ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;

ચાંચોથી ખોતરતા મનનાં સૌ જાળાં,

          જાળેથી ખરતા જૂના તાણાવાણા….

ઉપસી છબી માની ફેરવતી પાના,

          લખતી રહેતી સદા ભગવાનના ગાણાં;

કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,

           ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..

અવગણજો પડે જો મનને કો’ છાલાં,

           વિવાદ-વાદ ના કરશો કોઇ ઠાલા;

સંસાર તો  જાદુગરની છે માયા,

           અહીંયા ના કોઇને કોઇની છે છાયા….”

નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,

          નીતારે પાંપણથી આંસુની ધારા;

અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,

             શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….

ગીચ ઝાડીથી ઉડતાં  પંખીના ટોળાં,

             ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

Advertisements

19 thoughts on “અંજલિ

 1. આજે સવારે મારા Backyardમાં ઉડી આવતા પંખીઓ જોઇને ફરી એકવાર આવી ગઇ
  યાદ અને એ યાદનો સમન્વય થયો “સહિયારું સર્જન”ના વિષય અંજલિ સાથે.
  પરિણામે એક રચના થઇ : અંજલિ..
  આ માટે “ઉર્મિસાગર”નો આભાર…..

  Like

 2. નિસ્પૃહી માતાની સ્મૃતિના ટોળાં,

  નીતારે પાંપણથી આંસુની ધારા;

  અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,

  શબ્દો પડે જ્યાં ઉણાં ને ઉણાં….

  Priceless! No words to express my liking and gratitude for this lines.

  Just like ShatDal, I feel that this poem also has rhythm. You are moving towards writing in chhand and getting better.

  Like

 3. Deviben,
  This is your Best Rachna According to me.”JE HALAVI DE DIL NA TANA VANA,
  EVI CHHE DEVI NI RACHNA,JENE NA TOLI SHAKEY RATAN,MANEK,MOTI KE HEERA.
  Suparb.

  Like

 4. દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં;

  ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;

  ચાંચોથી ખોતરતા મનના સૌ જાળાં,

  જાળેથી ખરતાં જૂના તાણાવાણા…. Sundar rachna ! with memories and mother love.

  Like

 5. નિસ્પૃહી માતાની સ્મૃતિના ટોળાં,

  નીતારે પાંપણથી આંસુની ધારા;

  અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,

  શબ્દો પડે જ્યાં ઉણાં ને ઉણાં

  Excellant very sentimental and touchy

  Like

 6. કવિતા સાચેજ યાદોના મેળામાં ખોવાઇ જવાય તેવી છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s