શતદલ

 shatdal.jpg

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર,
શત શત બૂંદ સરક દલ વાદળ, 
ભીંજત બદન નર નાર નવલ પર.


ઘનન ઘનન ગરજત નભમંડળ,

         કરત ક્યાંક કલરવ ખગ તરુવર,
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.


સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક,
પલપલ શબદ લખત  મનભાવન,
ઝરત કવન મન કરત પાવન.


હરિત રંગ ધરા ધરત અંગ પર
           સોહત સુંદર સદ્યસ્નાત સમ,
મસ્ત મસ્ત બરસત અવિરતઝર,
ઝૂલત ઝૂમત શતદલ મધુવન પર….

20 thoughts on “શતદલ

 1. સુંદર ગીત… પ્રાચીન ગુજરાતી ગીત-શૈલીનું સ્મરણ કરાવે એવું સહજ અને સરસ… ધ્વન્યાત્મક શબ્દોની પુનરોક્તિના કારણે ગીતને અદભૂત લય મળ્યો છે અને ગીત વાંચતા હોઈએ ત્યારે કોઈ ગાતું હોય એવો રણકો સતત મનમાં ખણક્યા કરે છે એ કવિકર્મની સબળતા…

  વરસાદનું વર્ણન થઈ રહ્યું હોય એવી અનુભૂતિ સતત ભીંજવતી રહે છે. અને દરેક પંક્તિમાંથી નવો વરસાદ ઊઘડતો ભાસે છે. અંત છતાંય થોડો કઠ્યો. આટલા સુંદર કાવ્યના અંતે કૈંક ચમત્કૃતિની આશા બંધાઈ હતી, એ અંતમાં થોડી મોળી પડી…

  Like

 2. “Shat Shat’ Abhinandan!
  Nicely written poem with excellent choice of words taking us to nature!
  You could have extended the poem by stretching your imagination a little more.
  but it is indeed a very good creation and it reminded me of a similar worded song in a Hindi movie “Navrang” by Bharat Vyas –
  “kaarii kaarii kaarii a.Ndhiyaarii thii raat”
  Keep creating these gems for our enjoyment.

  Like

 3. પિંગબેક: શતદલ – દેવીકા ધૃવ | "મધુવન"

 4. શબ્દ અને લય પર તમારા સ્વામીત્વને સો સલામ.
  મેઘ ગરજતો લાગ્યો.

  પલપલ શબદ લખત મનભાવન,
  ઝરત પ્રીત મન કરત પાવન.

  સર્જન પ્રક્રિયા સાથે મેઘ ગર્જનાની આ સરખામણી બહુ જ ગમી.

  Like

 5. પિંગબેક: સ્મરણની શેરીમાંથી…..( ૧૮ ) | શબ્દોને પાલવડે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s