Archive | જુલાઇ 2007

અંજલિ

anjali.jpg

  પંખીના ટોળાં અને યાદોના મેળા

દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં,

          ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;

ચાંચોથી ખોતરતા મનનાં સૌ જાળાં,

          જાળેથી ખરતા જૂના તાણાવાણા….

ઉપસી છબી માની ફેરવતી પાના,

          લખતી રહેતી સદા ભગવાનના ગાણાં;

કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,

           ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..

અવગણજો પડે જો મનને કો’ છાલાં,

           વિવાદ-વાદ ના કરશો કોઇ ઠાલા;

સંસાર તો  જાદુગરની છે માયા,

           અહીંયા ના કોઇને કોઇની છે છાયા….”

નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,

          નીતારે પાંપણથી આંસુની ધારા;

અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,

             શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….

ગીચ ઝાડીથી ઉડતાં  પંખીના ટોળાં,

             ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

Advertisements

એક દિન

એક રચના  —અગદ્યાપદ્ય —

એક દિન

સુરજને આવ્યો વિચાર એક દિન,
“મારે નથી ઊગવું એક દિન.”
કહ્યા કર્યું સૌને એક દિન,
“મારે નથી ઊગવું એક દિન.”
કાન આડા હાથ કર્યા સૌએ એ દિન,
નિરાશા ખુબ થઇ સુરજને ,
ચિંતા ને મૂંઝવણ થઈ એ દિન,
“મારે તો બસ,નથી ઊગવુ એક દિન.”
નથી વિશ્વે કોઇ એક જે,
ઉપાડી લે કાર્ય મારું એક દિન ?,
વ્યથિત ર્હદયે સુરજ ડૂબ્યો એક દિન,
અચાનક દૂર ખૂણામાં પડેલો,
માટીના કોડિયાનો નાનકડો દીવો,
બોલ્યો ધીરેથી એક દિન,
“પ્રભુ,મારાથી બનતું બધુ જે,
કરીશ તે હું જરૂર એક દિન.
ને જો આજ્ઞા આપની હશે તો,
જાતે બળીને ઉજાસ પાથરીશ સો દિન…”

deep.jpg

કલમ સહેલી

 pen1.jpg

કાગળની દોસ્તી ને કલમ સહેલી,

               વાત નથી કોઇ નવી નવેલી,

હ્ર્દય ઉલેચી, સ્નેહભરીને,

              સઘળું કરે એ ખાલી ખાલી.

ચાલ સહેલી, નીંદર તોડી,

              રાત જાગીએ ઠાલી ઠાલી.

પંખીઓ ગયા હવે જંપી,

              ને નીર ગયા હવે  થંભી;

રે…ચાલ સહેલી વાતો કરીએ,

             આકાશી ચાદર  ઓઢી…

ઘર મંદિર

 home.jpg

ગઈ કાલની સવાર અહીં હતી પહેલી, 
         આજની રાત હવે રહી છેલ્લી;
ચમાં વરસ વીસની વાત વીતી,
        સ્મૃતિ-ગઠરી બાંધી-છોડી નીસર્યાં ચાલી.
હળવે ફરે છે પાના જૂના,
  
       મનમાં છે જે હજી તાજાં,

પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
         પ્રગટે છે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું દીકરાઓનું,
          બા-દાદાની શીળી  છાયામાં,
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,
          આ જ ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘામૂલા દિવસો અમારાં,
         સ્વજન મિત્રોના નિકટ સાથમાં,
ભૂલાય કેમ હા સૌની વચમાં,
         શિવ સદાયે મારાં ઘરમાં.
ટૂંકા નાના સીમિત આંચલમાં,
         પોષાયાં સૌ પ્રેમ-મંદિરમાં,
ક્ષણ-કણ વીણી આ જ ઘરથી,
         બાંધ્યા સૌએ નીજના માળા.
વીતેલી આ સમય-વીણા પર,
         સ્મરણ-નખલી ફરે છે ઘરમાં,
સુખી સૂરીલા સૂરો છેડે,
         જાણે આરતી ઘર-મંદિરમાં…


 

 

શતદલ

 shatdal.jpg

શતદલ પંખ ખીલત પંકજ પર, 
         હસત નયન જ્યમ શ્યામ વદન પર,
શત શત બુંદ સરક દલ વાદળ,  
        ભીંજત બદન નર નાર નવલ પર,

ઘનન ઘનન ગરજત નભમંડળ,
 
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર,
છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર,
સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક,
પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત પ્રીત મન કરત પાવન.
સદ્યસ્નાતા સરી રુમકઝુમક, 
         ધરત ધરિત્રી લીલ રંગ અંગ,
મદહોશ મૂશલ પર્જન્ય બરસત,
        ઝુલત ફુલ શતદલ મધુવન પર….