જૂનું ઘર છોડતાં….

સવાર પડી,મેં બારી ખોલી.
સૂરજ હસ્યો,બસ જાય છે હવે ?
હુંફાળા તેજથી ગાલ પંપાળી પૂછી લીધુ,
કાલે હું કોને સ્મિત આપીશ ?
આંખના ઝળઝળિયા કિરણોથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ ,ત્યાં હું પણ આવીશ.
હું તો તારી સાથે છું.

બપોર પડી,મેં બારણાં ખોલ્યાં..
ફૂલો રડવા જેવું હસ્યા,વૃક્ષો ડોલ્યાં,
પાન શિર પર ખેરવી પૂછી લીધું,
બસ જાય છે હવે ?
કાલે અમે કોને સ્મિત આપીશું ?
આંખના આંસુ ડાળીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ, ત્યાં અમે પણ આવીશું.
અમે તો તારી સાથે છીએ.

સાંજ પડી, બારીમાં ચાંદ સિતારા ડોકાયા..
ટમટમ પ્રશ્નો પૂછી લીધા,બસ જાય છે હવે ?
કાલે ત્યાંથી અમને નીરખી  કોણ લખશે ?
આંખના  ટીપાં ચાંદનીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ ,ત્યાં અમે પણ આવીશું.
અમે તો તારી સાથે છીએ.

રાત પડી,ઘરની દિવાલો ચૂઇ પડી..
બસ, છેલ્લી રાત ?, જાય છે હવે ?
ધારદાર પૂછી લીધુ,
કાલે કોને સુવાડીશું અમે ?
પ્રેમથી આંખના બિંદુ લૂછી કહ્યું,
જ્યાં જાય છે તુ, ત્યાં અમે  પણ હોઇશું .
અમે તો તારી સાથે છીએ.

 છેલ્લી ક્ષણે.. સ્વજનો ટોળે વળ્યાં મનમાં.
ત્યાં આ ભીનો અવાજ કોનો ?”
ભૂલીશ ના મને  ,શિવ છું હું.                                         
 કાલે અમને કોણ જગાડશે?અહીં,દીવો કરી, અમારી પૂજા કોણ કરશે ?
 હૈયું ગદ્ ગદ થઈ ઉઠ્યું ;બોલ્યું, :
શોધે છે કોને ? હજાર હાથ તો સાથે છે.

 વિશાલ આકાશને હૃદયે ભરી,
 ચાલ નવી એક ભૂમિકા પર…..

કુદરત તો સદા તારી સાથે જ  છે.

 

 

Advertisements

10 thoughts on “જૂનું ઘર છોડતાં….

 1. છેલ્લી ક્ષણે.. સ્વજનો ટોળે વળ્યાં મનમાં.
  ત્યાં આ અવાજ કોનો ?”
  ભૂલીશ ના મને,શિવ છું હું.
  શોધે છે કોને ? હજાર હાથ તો સાથે છે.” Sundar

  જીવ ત્યાં શીવ..શ્વાસમાં- ઉચ્છવાસમાં જે નિરંતર છે..

  Like

 2. ઇશ્વર તો સદા સાથે જ હોય છે.. બસ ફીલ કરવાની જરૂર છે… આપણે આ ફીલ ક્રરવાનું છોડી દીધું છે …

  Like

 3. It Reminds me of one Dialogue from movie”Roti,kapda,Makan”
  Suno,”Saath Na de koi ,Chalna muze aata hai,
  Har aag se Wakif hun,Jalna Muze Aata hai.”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s