સમય

clock.jpg 

  

સમયના સામર્થ્યની વાત સહજ નથી,
સમય ઘડિયાળના ફરતા કાંટા નથી.
સમય વીતીને કદી પાછો વળતો નથી,
ભાવિની વીતક કદી કહેતો નથી.
સમય તિથિ-વારમાં વહેંચાતો નથી,
કોઇની મૂઠ્ઠીમાં કદી બંધાતો નથી.
સમય આંસુથી યે રોકાતો નથી,
સ્મિતથી કદી છેતરાતો નથી.  

નથી…,નથી…,નથી.નો આ સમય  શું છે ?

સમય તો અનન્તની વિસ્મયલીલા છે,
અનાદિથી સરતી અવિરત ધારા છે.
સમયને જાણવો અને જિરવવો,
જબરદસ્ત
જિગરનું કામ છે.
સમય તો ક્ષણ ક્ષણની સમજ છે,
 ઇશ્વરના સામર્થ્યનો અંશ છે.

 

—-inspired by Dhuni Mandaliya’s article SAMAY in Guj.Times dt.Jan a6 2004——– 

Advertisements

6 thoughts on “સમય

 1. સમય તો ક્ષણ ક્ષણની સમજ છે.
  સમય ઇશ્વરના સામર્થ્યનો અંશ છે.
  ***************************

  જે સમયની વાત કરવાની હતી,
  એ વાત આજ થઈ ગઈ,
  ફરી મુલાકાત થશે” સમય “સાથે,
  વગોળશું વાત પાછી સમય સાથે.

  Like

 2. સમયની સાથે ચાલનારો હું સમયની પાછળ રહી ગયો
  સમયનું બીજું નામ દગો શું? કેમ એ આગળ વહી ગયો
  ઘડિયાળ એની એ જ છે ખાલી તારીખો બદલાઈ ગઈ
  નશીબ તો ખાલી બહાનું છે મારો જ મારાથી ફરી ગયો

  જા તને હું માફ કરી દઉં તને દોષ દેવામાં કંઈ સાર નથી
  દોસ્તીનો તેં હાથ બતાવ્યો ને મારો હાથ લઈ વહી ગયો
  સમય પ્રમાણે કોયલના ટહુકાઓ શ્વાસ સાચવતા હતા
  જ્યાં વિશ્વાસ નથી ત્યાં શ્વાસનો ધબકાર પણ વહી ગયો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s