આકાશી સાંધ્યદીપ

 moon1.jpg

ગગનગોખમાં સાંજ ઢળે ઍક દીપ ધીરેથી પ્રગટે,

અંધારી આલમ પર પ્રસરે ચાંદની એની રેલે;

વિધવિધ રૂપો નિત્યે વેરે સુદ-વદમાં એ ખેલે,

પુનમ રાતે માઝા મુકે સાગરને છલકાવે.

ભરતી ટાણે મોજા છોળે પ્રેમી દિલને ઉછાળે,

બાલ હ્રદયને હઠ કરાવી હાથમાં ચાંદો માંગે;

શોધકના વિસ્મયને નિમંત્રી દૂનિયા ખુદ દર્શાવે,

સંતાકુકડી વાદળ વચ્ચે તરતા તરતા ખેલે.

રાત આખી મૌનપણે મીઠા હાલરડા ગાયે,

ધીરે ધીરે વહેલી સવારે ક્ષિતિજે જઈ સરકે;

આકાશી દીપ ઢળી હળવે,નયનથી દૂર સરકે,

ગગનગોખમાં સાંજ પડે, ફરી ધીરેથી પ્રગટે.

 

Advertisements

One thought on “આકાશી સાંધ્યદીપ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s