સંકલન: ગમતાનો ગુલાલ..
હાથ પરનું કામ એવા તન્મય પ્રેમથી કરીએ કે જાણે
રુદિયેથી ખેંચાયેલા દોરાથી કપડું વણતા નહોઈએ:
એનું વસ્ત્ર જાણે પ્રિયતમને પહેરવાનું નહોય!
— ખલિલ જિબ્રાન
કેટલાંક અનામી સંકલનઃ
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે !
દરેક ઘર નું સરનામું તો હોય…પણ….… ગમતા સરનામે ઘર બની જાય…..એ જીવન છે……
સુખ વહેંચવા સંગત જોઇએ.દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ.
એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલો…
બધી વાતો સરળ થઈ જાશે..
જીભ પરની ઈજા સૌથી પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે..
પણ જીભથી થયેલી ઈજા જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે..!
👷બધું કરી શકતો હોય એ વ્યકિત પણ..
જતું નથી કરી શકતો..!
મનમાં… ભરીને જીવવું, એના કરતાં, મન… ભરીને જીવવું..! એજ સાચુ જીવન છે. …..
સગાઓના લીસ્ટમાં હોવું એ વિધાતાના હાથમાં છે.
વ્હાલાઓના લીસ્ટમાં રહેવું એ આપણા હાથમાં છે…
जिसके मन में भाव सच्चा होता है,
उनका हर काम अच्छा होता है“.
એ તો વાંચવાવાળાની નજરમાં થોડી કચાશ હતી,બાકી મારા પડેલા એક અશ્રુ માં આખી કિતાબ હતી…!!
મને પગથિયા ખૂબ જ ગમે છે…કારણ કે પોતે સ્થિર રહીને બીજાને ઉપર ચડાવે છે…
दिया जरुर जलाऊंगा चाहे मुझे ईश्वर मिले न मिले..
हो सकता है दीपक की रोशनी से किसी मुसाफिर को ठोकर ना लगे….
મને સમય હતો ત્યારે મારો સમય ન‘તો,
હવે સમય મારો છે ને મને સમય નથી.
ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી…
ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા
ત્યારે સામે કોઈ રમતું નથી. —
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય..
કરાર હોય ત્યાં યાર ન હોય..
આંખો બોલે ને મન સાંભળે..
ત્યા લખાણના વ્યવહાર ન હોય…
જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,
છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.
સગાઓના લીસ્ટમાં હોવું એ વિધાતાના હાથમાં છે.
વ્હાલાઓના લીસ્ટમાં રહેવું એ આપણા હાથમાં છે….
જીવનની બેંકમાં જયારે પ્રેમનું બેલેન્સ ઓછુ થઈ જાય ત્યારે… સુખના ચેકો બાઉન્સ થાય છે…..
सपनों की कभी शाम नही होती। दिल से की गई कोशिश कभी नाकाम नही होती।।
મનમાં… ભરીને જીવવું, એના કરતાં, મન… ભરીને જીવવું..! એજ સાચુ જીવન છે. …..
પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ !!!
આશ્ચર્ય છે ને કે રાવણને સળગાવતા પહેલાં આપણે જ એને બનાવીએ છીએ.
દોસ્ત, કેટલો ચાલાક હતો તું !!!
ગીફ્ટ માં “ઘડિયાળ” તો આપી ગયો.
માણસ પાસે બહુ રૂપિયો થઇ જાય ત્યારે..
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! “
દુઃખ આવ્યું છે અને આવતું રહેશે, સાહેબ
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ ‘જિંદગી‘
સાવ ડફોળના દાખલા સાચા પડે અને ભલભલા બુધ્ધિશાળીના ગણિત ખોટા પડે,
એનું નામ જીંદગી”
સામેની વ્યક્તિ જરા વધું પડતી ભોળી હતી,
એથીજ તમે ચતુર કહેવાયા એ વાત ભુલશો નહી!!!
સંપ માટી એ કર્યૉ, ને ઈંટ બની..
ઈંટો નુ ટોળુ થયુ, ને ભીંત બની..
ભીંતો એક બીજાને મળી, ને ”ઘર” બન્યું.
જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય,
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે
જોઈતું મળી જાય એ “સમૃદ્ધિ” છે, પણ
એના વિના ચલાવી શકીએ એ તો “સામર્થ્ય” છે.
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.
પણ દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..
પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે..!
અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,
ભરાય છે દિલમાં અને છલકાય છે આંખમાં…
લાગણીઓ ની હત્યા નો આક્ષેપ કોના કોના પર લગાવું
મને જ શોખ હતો સમજદાર બનવાનો.
એ નદી હતી. પાછળ કોઈ દિવસ વળી નહી,
હું સમુદ્ર હતો, આગળ કોઈ દિવસ વધ્યો નહી.
હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.
ધીરજ એટલે, રાહ જોવાની ક્ષમતા નહિ.
પણ, રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.
સાલું એવું કેવું કે સ્ત્રી ઘરડી થાય, એટલે દાંત પડી જાય,
ઘૂંટણ ઘસાઈ જાય, મણકા ઘસાઈ જાય, પગ દુખે,
વાળ ઉતરી જાય, આંખો ને મોતિયો આવે,
કાન માં બહેરાશ આવે, શરીરના બધા જ અંગો ને ઘસારો આવે,
પણ સાલું, જીભડી ને કશુંય થતું નથી.
એ હાળી જીવ જતા સુધી મજબૂત અને કાર્યક્ષમ રહે છે.
એતો સારું છે કે પુરુષોને બહેરાશ જલ્દી આવે છે.
એટલે કેટલાય ના ઘર માં શાંતિ રહે છે..
- ઘર છોડ્યા વગર રોજીંદા જીવનથી દૂર જવાનો એક માત્ર રસ્તો છે – કળા : ટ્વાઈલ થાર્પ
- પ્રેમ અને કરુણા એ બે મારા મતે સાચા ધર્મ છે, અને એ બંનેને વિકસાવવા કોઈ ધર્મની જરૂર નથી. – દલાઈ લામા
- આપણા મનની ઘણી નકારાત્મક લાગણીઓ આપણે જે અનુભવીએ છીએ તેના લીધે નથી હોતી, પણ એ અનુભવની સાથે આપણે જોડેલી વાર્તાને લીધે હોય છે. – અજ્ઞાત
- જ્યારે આપણે સલાહ માંગતા હોઈએ છીએ ત્યારે આપણી ધારણાઓ માટે માન્યતા શોધતા હોઈએ છીએ. – સાઉલ બેલ્લો
- નફરત એ વધારાનો બોજ છે, જીવનની નાનકડી સફરમાં તેને સાથે લઈને ફરવું જરાય જરૂરી નથી. બોજ જેટલો ઓછો હશે, સફર એટલી જ આનંદદાયક હશે. – અજ્ઞાત
- મહાનતાની ઉંચાઈઓ સુધી પહોંચવા કોઈ રાજમાર્ગ હોતો નથી, એ તો કાચો ખરબચડો મુશ્કેલ રસ્તો જ હશે. – સેનેકા
- આપણને એવો અને એટલો જ પ્રેમ મળે છે, જે માટે આપણે પોતાની જાતને હકદાર સમજતા હોઈએ. – સ્ટીફન ચબોસ્કી
- આરોપ એ સત્યના અસત્ય કરતા પણ વધુ ભયજનક શત્રુ છે. – નિત્શ્ચે
- સાચો આનંદ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. – માર્શલ પ્રોસ્ટ
- જો તમારામાં કામ કરવાની ક્ષમતા હોય તો તમને ઈશ્વરના આશિર્વાદ મળેલા છે. – મહાલીઆ જેક્સન
- ખુશ થવા માટેની જગ્યા આ જ છે, આનંદિત થવા માટેનો સમય અત્યારે જ છે. – રોબર્ટ ઇન્ગરસોલ
- તમે શ્વાસ લેવાનું બંધ કરો ત્યાં સુધી, જેટલું તમારી વિરુદ્ધમાં છે એથી વધુ તમારી સાથે છે. – જ્હોન ક્બાટ ઝિન
- કોઈ તમને તકલીફ પહોંચાડે છે કારણકે એ પોતે આંતરીક રીતે ખૂબ તકલીફમાં છે, અને એ તકલીફ અન્યત્ર છલકાઈ રહી છે. – થિચ ન્હાટ હાન્હ
- તમે જે કામ, વ્યક્તિ કે વસ્તુને પ્રેમ કરતા હોવ તેના ખેંચાણમાં તમારી જાતને તણાઈ જવા દો. – રુમી
- જો તમે ભૂલ નથી કરી, તો તમે મુશ્કેલ સમસ્યાઓ પર કામ નથી કર્યું, અને એ સૌથી મોટી ભૂલ હશે. – ફ્રેન્ક વિલ્ઝેક
- સુંદરતા એ શક્તિ છે અને સ્મિત એ તેની તલવાર છે. – ચાર્લ્સ રીડ
- યાત્રા ફક્ત એક જ પ્રકારની છે, તમારી પોતાની તરફની અંતરયાત્રા – રિલ્કે
- દરેક કાર્ય તેના કર્તાનો પડછાયો લઈને આવે છે, તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી તમારા કામને તમારી ઓળખાણ બનાવો – અજ્ઞાત
- જેમ જેમ તમે તમારા કાર્યોની જવાબદારી લેતા થશો, તેમ તેમ તમે લોકોમાં વધુ વિશ્વાસપાત્ર થતા જશો. – બ્રાયન કોસ્લો
- રસ્તાનો પત્થર ઉપર ચડવાનું પગથિયું પણ બની શકે છે અને અવરોધ પણ.. – અજ્ઞાત
- મારા જીવનની એ ફિલસૂફી રહી છે કે જ્યારે મુસીબતોનો દ્રઢતાથી સામનો કરીશું ત્યારે તે તરત નાશ પામે છે. – આઈઝેક એસિમોવ
- દરવાજા સાવ ખુલ્લા છે તોય તમે કેમ કેદમાં છો? – રુમી
- તમે રોજ જે કરો છો એ નાની આદતો નહીં બદલો ત્યાં સુધી તમે તમારા જીવનને બદલી નહીં શકો. – જ્હોન મેક્સવેલ
- જ્યારે તમે તમારા અંતરતમ આનંદને અનુસરશો ત્યારે તમે ધાર્યું નહીં હોય એવી જગ્યાઓ પરથી પણ દરવાજા ખુલશે. – જોસેફ કેમ્પબેલ
- સાચું જ્ઞાન એ જ જાણવામાં છે કે તમે કશું જાણતા નથી. – સોક્રેટિસ
- જ્યારે તમારે હિંમતની જરૂર હશે, એ આપોઆપ તમારામાં આવી રહેશે. – જોસેફ કેમ્પબેલ
- જ્યારે તમે તમારા ડરને પાર કરીને આગળ વધશો, તમે તમારી જાતને સ્વતંત્ર અનુભવશો. – સ્પેન્સર જ્હોન્સન
- આવતીકાલની આશા અગત્યની છે કારણકે એ અત્યારના સંજોગોને સહન કરવાની શક્તિ આપે છે. – થિચ ન્હાટ હાન્હ
- એ પરિણામની દરકાર રાખતો નથી, એટલે એ કદી નિરાશ થતો નથી, એ કદી નિરાશ થતો નથી એટલે તેની ધગશ કદી વૃદ્ધ થતી નથી. – લાઓ ત્સુ
- તમે બે સસલાંને પકડવાનો પ્રયત્ન કરશો તો તમે એકને પણ નહીં પકડી શકો. – રશિયન કહેવત
- જેને ગંભીરતાથી લેવાની જરૂરત હોય તેને જ જાણો, બીજુ બધું હસી નાંખો – હરમન હેસ
- ઝેન શિક્ષકનું જીવન એક સતત ભૂલ હોય છે. – ડોજન
- હું માનું છું એ સત્ય એ માર્ગ વગરની ભૂમી છે, અને તેને તમે કોઈ રસ્તાઓથી પામી નહીં શકો, ન કોઈ ધર્મ, ન કોઈ સંપ્રદાય. – કૃષ્ણમૂર્તિ
- વસ્તુઓ એ જે દેખાય છે તેવી નથી હોતી, એ અન્યથા પણ નથી હોતી. – સુરંગમ સુત્ર
- તમારા દુઃખના મૂળ ભલે ઉંડા હોય, પણ ખુશ થતાં પહેલા તમારા બધાં દુઃખ નાશ પામે તેની રાહ ન જુઓ. – થિચ ન્હાટ હાન્હ
- તમારી જાતને ચતુર દેખાડવાનો એક રસ્તો એ પણ છે કે અણીના સમયે તમારું મોં બંધ રાખો. – પેટ્રિક રોથફસ
- જ્યારે આપણે ધ્યાન કે સાધના કરીશું ત્યારે સમજાશે કે શારિરીક તકલીફો અને નકારાત્મક લાગણીઓ અસ્થાયી છે, અને આમ તેને સહન કરવું સરળ થઈ રહે છે. – અજ્ઞાત
- મૌન રહો અથવા તો એ જ બોલો જે મૌનથી વધુ કીમતી હોય – પાયથાગોરસ
- આ પૃથ્વી પરના સૌથી મહાનતમ નાટકની ટિકિટ એટલે જિંદગી – માર્ટિન ફિશ્ચર
- એક યોગ્ય ધર્મની પરિભાષા એ પરથી જ કહી શકાય કે તમે તેને હસી શકો છો કે નહીં – જી. કે. ચેસ્ટરટન
- ડર અશક્ત બનાવે છે, જીજ્ઞાશા સશક્ત કરે છે, ડરવા કરતા વધુ રુચિ ધરાવતા બનો. – પેટ્રિશિયા એલેક્ઝાન્ડર
- લાગણીઓ ફક્ત મુલાકાતીઓ છે, તેમને આવવા દો અને જવા દો. – મૂજી
- કોઈક પર ગુસ્સે થવું એટલે જાણે પોતે ઝેર લઈને બીજાના મરવાની રાહ જોવી.
- આપણે એ સમજવું જોઈએ કે એક માણસની કે એક રાષ્ટ્રની તકલીફ સમગ્ર માનવજાતની તકલીફ છે. – દલાઈ લામા
- તમારી ઓળખાણ ખોઈને જ તમે પોતાની જાતને શોધી શક્શો.
- યાદ રાખો, ધ્યેય એ અંધારી રાત્રે માર્ગ બતાવતો તારો છે, પોતાની જાતને સજા આપવાની લાકડી નહીં. – બાર્બરા સ્મિથ
- સત્ય સિંહ જેવું હોય છે, તેને રક્ષણની જરૂર નથી પડતી, તેને મુક્ત રહેવા દો, એ પોતાની રક્ષા સ્વયં કરશે. – સંત ઓગસ્ટિન
- તમારામાં ગાંડપણનો એક નાનકડો તણખો જ છે, તેને ગુમાવશો નહીં – રોબિન વિલિયમ્સ
- સંકુચિત મગજને લાંબી જીભ હોય છે. – રશિયન કહેવત
- આત્મા તેના શરીરના વિચારોના રંગે રંગાય છે. – માર્કસ ઓરેલિયસ
- ભૂતકાળ ભલે ગમે તેટલો મુશ્કેલીભર્યો હોય, તમે અત્યારે પણ ફરીથી શરૂઆત કરી શકો છો. – બુદ્ધ
- જ્યારે તમે સમજશો કે વિશ્વમાં કાંઈ ખૂટતું નથી, આખું વિશ્વ તમારું પોતાનું થઈ જશે. – લાઓ ત્સુ
- આવતીકાલના બધાજ ફૂલ આજના બીજમાં પડ્યાં છે. – કહેવત
- જે તમારા મૌનને સમજતો નથી, એ તમારા શબ્દોને પણ નહીં જ સમજે. – એલ્બર્ટ હબ્બાર્ડ
- કોઈકના અસ્વીકારમાં તમારી જાતને વેડફશો નહીં, નિંદાની સામે અવાજ ઉંચો કરશો નહીં, જે સારું છે તેની સુંદરતાનો મંત્ર જ જપો. – રાલ્ફ વુડો એમર્સન
- મહાન એ જ છે જેની વાણીમાં નમ્રતા હોય પણ તેનું કામ બોલતું હોય. – કન્ફ્યુશિયસ
- અન્ય સ્થળોએ રહેવાની, અન્ય ચીજો કરવાની તમારી હજારો ઇચ્છાઓ હોઈ શકે, પણ અત્યારે તમે જ્યાં છો ત્યાં જ છો. – ઝેન કહેવત
- તમારા વિકલ્પ બદલો પણ તમારા સિદ્ધાંતો નહીં, જેમ વૃક્ષ પાંદડા ખેરવે છે પણ મૂળ એ જ રાખે છે. – વિક્ટર હ્યૂગો
- જો તમે એ જાણી લો કે અંતતઃ શોધવા જેવુ કાંઈ જ નથી, તમે તમારી બધી જ વૃત્તિઓને શાંત કરી શકો છો. – રિન્ઝાઈ
- શાણપણ એટલે તમારી જીવન સામે લડવાની વૃત્તિને બદલે તેને ગળે લગાડવાની ક્રિયા. – રશીદ ઓંગ્લુરુ
- ફક્ત થોડા સમયનો સવાલ છે, આ શરીર જમીન પર કોઈ પણ આવરણ વગર પડ્યું હશે, સભાનતાથી ઘણુંય દૂર, એક નિરુપયોગી લાકડાના ટુકડા જેવું.. – ધમ્મપદ
- જો તમારી વાણી કે કર્મ એક શાંત અને સ્વચ્છ હ્રદયથી નીકળ્યા હશે તો આનંદ એક પડછાયાની જેમ તમને સતત વળગીને રહેશે. – ધમ્મપદ
- સત્ય હંમેશા સુંદર હોતું નથી, અને સુંદરતા હંમેશા સત્ય હોતી નથી. – લાઓ ત્સુ
- વાસના જેવી કોઈ આગ નથી, નફરત જેવી કોઈ પકડ નથી, ભ્રમણા જેવી કોઈ જાળ નથી અને તીવ્ર ઇચ્છા જેવી કોઈ નદી નથી. – ધમ્મપદ
- કળા એટલે તમારા આત્માના દરવાજે પડેલા ટકોરાનો તમે આપેલો જવાબ.. – સ્ટાર રિચ
- બુદ્ધ થવું એટલે પ્રાયોગિક થવું, એવા કાર્ય કરવા જે નિર્મળતા, ગાંભીર્ય, આનંદ અને આત્મવિશ્વાસને સંવર્ધિત કરે.. – યોંગેય મિંગ્યુર રિન્પોચે
- અવ્યવસ્થામાંથી સરળતા શોધો, અસંગતિમાંથી સુમધુરતા શોધો, મુશ્કેલીઓમાં જ ક્યાંક તક છુપાયેલી હોય છે. – આલ્બર્ટ આઇન્સ્ટાઈન
- પહાડો પર તમને એ જ ઝેન મળશે જે તમે ત્યાં લઈને આવશો.. – રોબર્ટ પિર્સિંગ
- આપણા વિશ્વને બદલવા માટે કોઈ જાદુની જરૂર નથી, જે શક્તિઓની આપણે જરૂર છે એ બધી જ આપણી અંદર છે. – જે. કે. રોલિંગ
- આદતો કે ભાષાના ભેદ કાંઈ નથી જો આપણું ધ્યેય એક જ હોય અને આપણાં હ્રદય ખુલ્લા હોય.. – (Harry Potter and the Goblet of Fire માંથી)
- આપણી ક્ષમતાઓથી વધુ અગત્યની છે આપણી પસંદગી, જે બતાવે છે કે આપણે ખરેખર શું છીએ.. – (Harry Potter and the Chamber of Secrets માંથી)
- બાળકો કુદરતી ઝેન શિક્ષકો છે, દરેક ક્ષણમાં તેમનું વિશ્વ નવું હોય છે. – જ્હોન બ્રાડશૉ
- ઝેન વિશે વાત કરવી સરળ નથી કારણકે ઝેન એટલે નહોવાપણું, જો તેના વિશે વાત કરશો તો એ અસત્ય હશે અને જો વાત નહીં કરો તો કોઈને ઝેન વિશે જ્ઞાન નહીં રહે. – રોબર્ટ પિર્સિંગ
- ઝેન એ આધ્યાત્મિકતાને બટેટાની છાલ ઉતારતી વખતે ભગવાન વિશે વિચારવા સાથે ગૂંચવતું નથી. ઝેન આધ્યાત્મિકતા એ બટેટાની છાલ ઉતારતી વખતે તેમાં ધ્યાન આપવું એ છે. – ઍલન વોટ્સ
- સાચું કામ અને ખોટું કામ – એ વિચારોથી ઘણે દૂર એક ખેતર છે, હું તને ત્યાં મળીશ. – રુમી
- જો તમારા અંતરમાં શાંતિ હશે તો તમને કોઈ બ્રાહ્ય વાસ્તવિકતાના ગુલામ બનાવી શક્શે નહીં. – શ્રી ચિન્મયાનંદજી
- જો તમે હતાશ હોવ તો તમે ભૂતકાળમાં જીવી રહ્યા છો, જો તમે ઉતાવળા અને અધીરા હોવ તો તમે ભવિષ્યમાં જીવી રહ્યા છો, જો તમે શાંત હશો તો જ તમે આજમાં જીવી શક્શો. – લાઓ ત્સુ
- સ્મિત એ ધ્યાનનું એક ખૂબ ઉંચુ સ્વરૂપ છે. – અજ્ઞાત
- બીજાના કર્તવ્યોને આપણો અધિકાર સમજી લેવું બહુ મોટી ભૂલ છે. – ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
- રોજ સવારે આપણને નવો જન્મ મળે છે, આજે આપણે શું કરીએ છીએ એ સૌથી અગત્યનું છે. – બુદ્ધ
- ગઈકાલે હું ચતુર હતો અને વિશ્વને બદલવા માંગતો હતો, આજે હું ચતુર છું અને મારી જાતને બદલી રહ્યો છું. – રુમી
- લોકોની જાગૃતિના સ્તર પરથી જાણી શક્શો કે તેઓ તેમનું શ્રેષ્ઠ કેટલી હદે કરી રહ્યાં છે. લોકો જેવા છે તેવા તેમને સ્વીકારો અને તેમને માફ કરવા સદા તૈયાર રહો – દિપક ચોપડા
- ઝેન બુદ્ધિઝમ એ એવી શાખા છે જેમાં માન્યતા, આસ્થા કે સ્વીકારની જરૂર નથી. – ડેવિડ સિલ્વિયન
- એવી રીતે ચાલો કે જાણે તમારા પગથી તમે પૃથ્વીને ચુંબન કરી રહ્યા હોવ. – થિચ ન્હાટ હાન્હ
- તણાવગ્રસ્ત નહીં પણ સાવચેત, વિચારોમાં નહીં પણ જાગૃત, અક્કડ નહીં પણ વિનમ્ર, મર્યાદા અને બંધનોની અસહજ સ્થિતિમાંથી મુક્તિ. સંપૂર્ણપણે અને ચૂપકીદીથી સજીવ, જાગૃત અને સચેત, જે પણ આવે એ માટે તૈયાર રહેવું. – બ્રૂસ લી
- ઝેન છે એવું કાંઈ પણ વિચાર્યા વગર, તમે એ જાણતા હોવ ત્યારે ચાલવું, બેસવું કે સૂઈ જવું, તમે જે પણ કરશો એ ઝેન જ હશે. – બોધિધર્મ
- ઝેન ફક્ત એક કળા નથી, કોઈ ધર્મ નથી, એ છે સત્યને પૂર્ણપણે જાણવું. – જેન ક્લાર્ક
- ઝેન વિશે જે વાત મને ગમે છે તે એ કે ઝેન સિદ્ધિ મેળવવામાં માનતું નથી. – એન્જીસ માર્ટિન
- તમે જેને વળગી રહો છો તેને જ તમે ગુમાવો છો. – બુદ્ધ
- અંતમાં ફ્ક્ત ત્રણ વસ્તુઓથી ફરક પડે છે, તમે કેવું જીવ્યા, તમે કેવો પ્રેમ કર્યો અને તમે કેટલો ત્યાગ કરી શક્યા. – જૅક કોર્નફીલ્ડ
- પ્રતિભાવ આપો પણ પ્રતિક્રિયા નહીં, સાંભળો પણ બોલો નહીં અને વિચારો પણ ધારી ન લેશો. – રાજી લુક્કુર
- ધર્મ ચર્ચાનો વિષય નથી, એ આચરણનો વિષય છે – ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
- કરુણા ભેદભાવરહિત હોવી જોઈએ, એવી માન્યતા સાથે કે જેટલો તમને ખુશ થવાનો હક્ક છે એટલો જ બીજાને પણ છે. – દલાઈ લામા
- અત્યારની ક્ષણમાં હોવું એટલે નિંદ્રામાં હોવું, જાગૃત હોવું એટલે સમગ્રમાં હોવું. – ઓશો
- પાણીના નિનાદમાં તમને સદાય તમારા પ્રશ્નોના ઉત્તર મળશે – ચુઆંગ ત્સુ (તાઓ)
- જે કોઈનો વિશ્વાસ કરી શક્તો નથી, તેનો કોઈ વિશ્વાસ કરી શક્શે નહીં. – લાઓ ત્સુ
- ઉડતા હંસનો પડછાયો ઝીલવામાં શાંત પાણીને કોઈ વાંધો આવતો નથી. – ઝેન કહેવત
- દુઃખ શું છે? જૂના વિચારો અને લાગણીઓનો બોજ. – લાઓ ત્સુ
- પોતાની જાતને સ્પષ્ટપણે જાણવાનું કાર્ય સહેલું છે, તમે જે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ તમે પોતે જ છો. – રમેશ બાલશેખર
- જ્યારે એક સામાન્ય માણસ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એ સાધુ બને છે, અને જ્યારે એક સાધુ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ સામાન્ય માણસ બને છે. – ઝેન કહેવત
- જ્યાં સુધી તમારી ઇચ્છાઓના મૂળ તમારા મનમાંથી ઉખાડીને ફેંકશો નહીં ત્યાં સુધી દુઃખ તમારામાં ઉગવાનો રસ્તો મેળવી લેશે. – બુદ્ધ
‘અક્ષરનાદ’ના સૌજન્યથી સંમતિપૂર્વક…- ટ્વિટર પરથી સંકલિત…
**************************************************************************************************
Like a piece of ice on a hot stove the poem must ride on its own melting. – Robert Frost
Genuine poetry can communicate before it is understood. – T.S. Eliot
If I feel physically as if the top of my head were taken off, I know that is poetry. ― Emily Dickinson
Poetry is plucking at the heartstrings, and making music with them. ― Dennis Gabor
Poetry is an act of peace. – Pablo Neruda
Poetry is ordinary language raised to the Nth power. Poetry is boned with ideas, nerved and blooded with emotions, all held together by the delicate, tough skin of words. – Paul Engle
Like a piece of ice on a hot stove the poem must ride on its own melting. – Robert Frost
To be a poet is a condition, not a profession. – Robert Frost
Publishing a volume of verse is like dropping a rose-petal down the Grand Canyon and waiting for the echo. – Don Marquis
A poet is, before anything else, a person who is passionately in love with language. ― W.H. Auden
The true poem rests between the words. ― Vanna Bonta
“Life is not a competition between men and woman. It is a collaboration.”
—–David Alejandro Fearnhead
- જીવનમાં કેટલાં અસત્યો,સૌન્દર્યનાં ઝીણા ઝીણા રંગીન આવરણમાં લપેટાયેલા આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઇએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ.ત્યારે….ત્યારે કવિનું હ્રદય વિદારીને કવિતા ફૂટી નેકળે છે,ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રીત કરે છે,ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.. બંગાળી લેખક,અનીતા ચટ્ટોપાધ્યાય.
- લાગણીનું ઝીણુંઝીણું જતન કરે તે માતા અને સ્વસ્થતાથી બુધ્ધિને કંડારી આપે તે પિતા.
- માતા સંતાનોમાં લોહી થઇને વહેતી હોય છે અને પિતાનું નામ હાડકામાં કોતરાયેલું હોય છે.
- માતા હ્રદયવાચક શબ્દ છે અને પિતા મનવાચક શબ્દ છે,
- માતા ભાવાચક છે અને પિતા માનવાચક છે.
સુ.દ.
- આત્માની શક્તિ અણુબોંબ કરતાં મોટી છે.
- સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.
——સોક્રેટીસ——-
- તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાય.
—-સુરેશ દલાલ—–
- પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
—-રજનીશજી——
- જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.
—-સ્વેટ મોર્ડન— - તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. —એલેક્સીલ કેરલ—-
- ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.|
—કવિ કાલિદાસ—-
- મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય.
—સુરેશ દલાલ—
- કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.
–શ્રી અરવિંદ—
- કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.
–ગેટે–
- પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.
–જયશંકર પ્રસાદ–
- પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
–થોરો–
- ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી. –સેંટ ઓગસ્ટાઇન–
- ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ.
–મિલ્ટન–
- ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.
–પ્રો.વિલ્સન–
- શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.
–રામનરેશ ત્રિપાઠી—
- પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને ભૂલી જવું, અને
બીજું ,પોતાના અસ્તિત્વ સુદ્ધાંને ભૂલી જવું.
રામકૃષ્ણ પરમહંસ—
- ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે. —ડેલ કારનેગી—
- સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.
—ટાગોર—
- વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.
—ફાધર વાલેસ—
- પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ઝવેરાત્ ભરી છે. શરત માત્ર એટલી કે
ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.
—ખલીલ જીબ્રાન—
- આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે.
—બ્લેક–
- મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે.
—રૂસો– - ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે.
—–ટાગોર—-
- એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે. ——સુરેશ દલાલ—-
- સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર.
—–સુરેશ દલાલ——. - ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય. —–પિકાસો—–
- માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે.
—-ટોલ્સ્ટોય—-
- કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.
—રવિન્દ્રનાથ ટાગોર—-
- રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા
પામીએ છીએ.
મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
- પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
- જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,
કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
- બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
- શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
- મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
- એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.
- હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
- હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
- જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
- જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
- લગ્નજીવનની સફળતાનું રહસ્ય : મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
- જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
- કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
- નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
- દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
- સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો
સાક્ષાત પશુ જ છે. - કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે ?
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
- વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
- કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
- ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
- મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
- જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,
કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
- બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,
બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
-
- મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
-
- મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
- સમાધિમાં બેસીને ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં રહીને દરેક પળે ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.
- પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે કલંકનો કાળો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.
- નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.
- ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત સર્જે છે.
- પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.
- આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહારનિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે,પરંતુ જીવન પ્રવાસ માટેનો વિસા પામે છે ખરો ?
- આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.
- ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ “મીઠું” ન પડ્યું હોત.
- દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.
- જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.
- જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે
ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે. - કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે ?
- જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.
- ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં પરિણમે છે.
- ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.
- ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.
- ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને ?
- મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ
વધુ ખરાબ છે. - એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.
- બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય…
- અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.
- પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.
- અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને
યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક. - સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
- શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
- મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
- એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.
- હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
- હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
- જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
- જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
- લગ્નજીવનની સફળતાનું રહસ્ય : મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
- જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
- કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
- નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
- દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
- સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો
સાક્ષાત પશુ જ છે. - કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે ?
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
માત્ર એક પડદો હોય છે. - વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
- કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
- ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
માત્ર એક પડદો હોય છે.
Really inspiring.
LikeLike
I liked “Nikhalas paney Kalank no Kalo Kamlo Odhi lenar Vadhare Mahan chhe.”
LikeLike
આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.
It reminds me of one sher of one ghazal:
Sar Kat Ke Sarfaraz hein hum aur ziyada
Jun Shakh badhe ho ke kalam aur ziyada
Namrata e mahanta nu abhushan chhe.
LikeLike
every line says diffrent facts of life…..
LikeLike
tamari vato no uttar …tamne maun ma male to tamne mathu lage ke nahi ???
atlej hu kahu chhu ke ” Shabdo na Palav odhva ma maja chhe.
LikeLike
સાચ્ચા મોતી છે.
LikeLike
khub sunder
LikeLike
thank you, good creativity. like it very much.
LikeLike
Sundar Suvicharo!
LikeLike
સુવિચારોનાં મોતીનો ખજાનો સતત ભરતા રહેજો…
ઘણાને તેના વાંચનથી લાભ થશે જેમ મને અહીંથી એક વાર્તા જડી
LikeLike
navasuvicharo ne pan manu chhu
LikeLike
koi gujarti kehvatono sangrah hoy ke vanchi shakay to janavjo
LikeLike
mitha ni vat ketli sachchi che.i think, like that every person have something good, need to see that. darek sentence kaik kahi jay che and vicharta kari muke che.
THANX
LikeLike
બિંદુ ત્યારે જ મહાસાગરમાં બને છે, કે જે પળ તે સાગરનું બંધન સ્વીકારે છે.
LikeLike
સાહસ કર્યા વિના જીવનમાં સિધ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી.
નાનાને ઉંચે ચડાવીને મહાન બનાવવવું એનું નામ પ્રતિભા.
-અનામી
અપકૃત્યોને સદા ઢાંકી રાખે એવો પડદો વણનાર વણકર હજી સુધી તો વિશ્વને લાધ્યો નથી.
– પૂ. ચિત્રાભાનુજી
LikeLike
sureshakhani808@gmail.com
LikeLike
nice collection..devikaben.. like this..
LikeLike
Very good quotes.
Here are some more……….
http://www.brainyquote.com/quotes/authors/m/mahatma_gandhi.html
LikeLike
ugada satya jeva saha moti nahi pan hiramoti no aakho har aapava badal khub khub dhanyavad
LikeLike
પિંગબેક: https://devikadhruva.wordpress.com/--/ | અલ્પ...લીંબડીવાળા
પિંગબેક: https://devikadhruva.wordpress.com | અલ્પ...લીંબડીવાળા
પિંગબેક: https://devikadhruva.wordpress.com | અલ્પ...લીંબડીવાળા
સરસ બ્લોગ છે … શેરીંગ માટે વ્યવસ્થા હોત તો વધારે સરુ પડત. તમારા સુવિચારો ની લીન્ક મરા બ્લોગ પર શેર કરી છે……….
LikeLike
Saras Collection !
Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Inviting you, Devikaben, to my Blog.
Hope to see you soon @ Chandrapukar !
LikeLike