સંકલન :
- ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
-શૂન્ય- શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
-વિવેક ટેલર- મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
-ઓજસ પાલનપુરી- તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
-ખલીલ ધનતેજવી- યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
-બી.કે. રાઠોડ ‘બાબુ’- આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
- રાજેન્દ્ર શુક્લ- રંગ મહેલમાં દીપ જલાવ્યા,
બાંધ્યા હિંડોળાખાટ જી.
સ્જ્જ મારા સહુ તાર સિતારના,
એક વાદકની રહી વાટ જી.
- સુંદરમ- દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
- ‘મરીઝ’- મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
-મરીઝ- તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
-હરીન્દ્ર દવે- આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને,આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા….
- દિલીપ રાવળ- માતા ધરતી પિતા આકાશ,
બંને વચ્ચે સૂરીલો પ્રાસ,
માતા હવા, પિતા શ્વાસ,
બ્રહ્માંડનો આ સર્જન રાસ..
સુ.દ.- સૂર્યચન્દ્ર છે માતા-પિતા,હોઠ રહે છે ગાતા,
પ્હાડ જેવા પિતાજી અને ઝરણાં જેવી માતા,
એક બતાવે ટોચ ને એક આપે શાતા
સુ.દ.- આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.
-વિવેક મનહર ટેલરમેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?
– યુસુફ બુકવાલાજીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવીઅચાનક લગાતાર … બસ ઓગળે છે.
સઘન રાતનું આ તમસ ઓગળે છે.
કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.
– રઈશ મનીઆરનિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.
-હિતેન આનંદપરાવીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.
-દિલીપ મોદીકહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.
– ‘શૂન્ય’ પાલનપુરીમાર્ગ પછીની મંઝીલ – હરીન્દ્ર દવે
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છેઅભ્યાસ – ગીતા પરીખ
અભ્યાસ કક્કા સમ જિંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલાકોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.
-ખલીલ ધનતેજવી
હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.
– શેખાદમ આબુવાલારાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું !
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં દાદ થઈને આવશું !
– દિલીપ રાવલકોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.
– ગોવિંદ ગઢવીજણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
– મરીઝખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
– શેખાદમ આબુવાલાકોઈ પણ રીતે મળી શકતાં નથી,
એકબીજામાં ભળી શકતાં નથી.
થઈ ગયાં શું આપણે પથ્થર સમા ?
કે જરા પણ ઓગળી શકતાં નથી ?
– રિષભ મહેતાઆવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !
– જલન માતરીમોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ
– શૂન્ય પાલનપુરીશું કરું – મનોજ ખંડેરિયા
ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.વહાણ ચાલે છે સમયની રેત પર,
કોણ મારે છે હલેસાં શી ખબર ?
છે ખલાસી પર મને શ્રદ્ધા અડગ,
એ મને છોડે નહીં મઝધાર પર.
– ભરત પાલબની જા – જલન માતરી
કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.આંખ લૂછું છું – શેખાદમ આબુવાલા
તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે
છતાં બેચેન થઈ હું કેટલાયે પ્રશ્ન પૂછું છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું છું હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરીસંબંધ – રમેશ પારેખ
તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે.
-’ઘાયલ’જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
– અમૃત ‘ઘાયલ’તાજમહાલ
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
-શેખાદમ આબુવાલા
ગાંધી – શેખાદમ આબુવાલા
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
-શેખાદમ આબુવાલા
- હું મુક્ત-વિહારી માનવ છું,કવિને મન દુનિયા કેદ નથી,
મારે મન ગંગા યમુના કે મંદિર-મસ્જિદમાં ભેદ નથી,
માધ્યમ છે મારું માનવતા,મિલ્કતમાં અજબ ખુમારી છે,
ગુણગાન કરો તો ગર્વ નથી,અવગુણ ગાઓ તો ખેદ નથી.********** ‘વિશ્વરથ’*********
- મારાં ખોવાયેલાં સ્વપ્નાઓ સજીવન કરવા,
મારી રીતે મારી દૂનિયા મેં વસાવી લીધી;|
મારા પડછાયાને મેં મિત્રનું ઉપનામ દીધું,
મારી એકલતા મેં એ રીતે નભાવી લીધી.- ——–’ યુસુફ ‘ બુકવાલા—————
- ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
———–ગની દહીંવાલા——————
ફૂલ તુજ કિસ્મતનાં ગીતો ગાઉં છું,
મારી હાલતની દયા હું ખાઉં છું;
તું મરીને થાય છે અત્તર અને-
હું મરીને રાખ કેવળ થાઉં છું.
—————’સગીર’————-
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઇની યાદનો રાજ્યાભિષેક છે.
———— ‘ શૂન્ય ‘ પાલનપૂરી————
- સૌ પથ્થરોના બોજ તો ઉંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
———-મરીઝ————-
- પરવતને ઉંચકું પણ પાંપણ ન ઉચકાતી,
આ ઘેન જેવું શું છે,આ કારી ઘાવ શું છે ?
——-રાજેન્દ્ર શુક્લ———-
- મધૂરા કંઠની સાથે ગઝલનો રંગ લાવ્યો છું,
મળે છે દાદ તો માનું છું કે હું કૈંક ફાવ્યો છું,
નથી તમે કે મં કદી જોયો જીવનભરમાં,
છતાં પયગામ એનો હું ગઝલમાં લઇને આવ્યો છું.
————-શ્રી અર્જુન ‘ રાહી ‘———–
- ઓ વતનવાળા,વતનથી ખેલ મા !
છેક ઉજડેલા ચમનથી ખેલ મા !
હું તને “શયદા” વધારે શું કહું :
તું ગરીબોના કફનથી ખેલ મા !——શયદા——–
-
કોઇ સ્મિતે સ્મિતે સળગે છે,
કોઇ રડીને દિલ બહેલાવે છે;
કોઇ ટીપે ટીપે તરસે છે,
કોઇ જામ નવા છલકાવે છે.
——-સૈફ પાલનપુરી—–
- કોઇના ભીના પગલાં થાશે એવો એક વરતારો છે,
સ્મિત ને આંસુ બંનેમાંથી જોઇએ કોનો વારો છે ?
——-સૈફ પાલનપુરી—– - મારી જીંદગી જો ખરાબ થઇ ગઇ,
તો શરમ છે એની તને ખુદા;
કે રજૂ થએલાં આ ગીતમાં,
હું તો શબ્દ છું-તું વિચાર છે.
——-સૈફ પાલનપુરી—–
- બાળવાચક શબ્દનો કક્કો શીખું છું,
કેમ લખવો પાન પર ટહૂકો શીખું છું;
દાવ સામે પેચની છોડી રમતને,
હું હવે અડકો ને દડકો શીખું છું.
—–મુકેશ જોશી—–
- આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઉંઘમાં લેટું તો જગત શું કહેશે ?
મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?
—-હરીન્દ્ર દવે—
- હતી કંઇ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો;
ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.
—રઇશ મણીઆર–
- મારા સમ સોનલવર્ણું છે,હૈયું કસ્તૂરી હરણું છે;
તમ શમણું મારું શરણું છે,ભવરણમાં મીઠું ઝરણું છે.
—અમૃત ઘાયલ—
- સમણાં મઢેલી રાતમાં તારા સજાવતા,
એ સૂર્ય થઇ આવી ચઢે,તું શું કરી શકે ?
તારી કને હો છાંયડાના સાત દરિયા,પણ
એને ફક્ત તડકા ફળે, તું શું કરી શકે ?
–મુકેશ જોશી–
- હ્ર્દય મારું વ્યાપક,નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે..
—મરીઝ—-
- તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં;
ફરી એ વાત પુરાણી તમે કહો તો,કહું;
ગઇ બતાવી ઘણાં યે રહસ્ય બેહોશી,
સમજવા જેટલા બાકી હોશ હો તો, કહું.
—હરીન્દ્ર દવે–
- ભલે એ ના થયા મારાં,ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી,
કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી !
કલેજું કોતરી નાજૂક મીનાકારી કરી લીધી.
–અમૃત ઘાયલ—
- જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.
—બાળાશંકર કંથારીયા—
- લાવે છે યાદ કૂલો છાબો ભરી ભરીને ,
છે ખુબ મ્હોબતીલી માલણ મને ગમે છે.
—અમૃત ‘ઘાયલ’—
- શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ,
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેંક્યો કસુંબીનો રંગ..
—ઝવેરચંદ મેઘાણી—
- અમારે નથી ચાંદની સાથ નિસ્બત,અમારે રુકાવટ વિના ચાલવું છે;
અમારી છે યાત્રા સળગતી ધરા પર,દિવસ પર જે સૂરજની લૂથી રસી છે.
—મધુકર રાંદેરિયા—
- જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહું ઓછાં પાનાં જોઇ શક્યો બહુ અંગત અંગત નામ હતા.
—’સૈફ’ પાલનપુરી—
- ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક,કો અણગમતી રમત રમવી પડી છે;
મેં ટૂંપી છે ખચિત મારા જ હાથે,કંઇક ઇચ્છાઓને દમવી પડી છે.
—’સાબિર’ વટવા–
- આભાર ભરેલા મસ્તકને ઉંચકવું શયદા સહેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.
–શયદા—
- એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા !
એક પળ માટે વીતેલી જીંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઇ ગયો,
આમ જો પૂછો બહું મોંઘા અમારા દામ છે.
–મરીઝ—
- શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહાર જીવ્યો છું.
—- અમૃત ઘાયલ— - લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો,
શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો.
હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો,
ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો.
—- ગુલામ અબ્બાસ—
- વાતાવરણમાં ગીતને ગૂંજી ગયું એ કોણ છે ?
બેચેન જેની યાદમાં આ દિલ થયું એ કોણ છે ?
એ કોણ છે જેને ભૂલી શક્તી નથી પળવાર પણ,
સ્વપ્ન પણ જેને સદા ઝંખી રહ્યુ એ કોણ છે ?….
- હું બધા સંજોગને અપનાવતો ચાલ્યો ગયો,
જીંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો,
કોઇ દિન થશે ફળીને બાગ,એ આશ મહીં,
બીજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો.
- માર્ગ મળશે,હે હ્રદય તો મૂંઝવણનું શું થશે ?
ધાર કે મંઝિલ મળી ગઇ તો ચરણનું શું થશે ?
જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો,”ગની,
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે ?”
- આશા ઉપર જીવન હતું એ પણ મરી ગઇ,
દિલને જરા મળી હતી એ બાંહેધરી ગઇ;
મારા વિના ના ગમ્યું તને ક્યાંય વેદના !
ઘર દિલનું જોઇ લીધું અને ઘર કરી ગઇ !!…
- સકલ સંસારમાં અમ શાયરોની વાત છે જુદી,
અમે જોગી ,જગતના કાયરોથી જાત છે જુદી;
અમારી સ્વપ્નની રંગીન એવી રાત છે જુદી,
તડપતા પ્રેમીઓ જેવી અમારી નાત છે જુદી.
- કાંટાનો બાગ માંગુ છું,રૂદનનો રાગ માંગુ છું,
ચાંદની ખુશામત સૌ કરે,હું તેનો દાગ માંગુ છું;
સંસારથી સન્યાસ લેવો,માનવીની કમજોરી છે,
હું સંસારમાં રહી સંસારથી વૈરાગ્ય માંગુ છું.
- માનવ જીવનમાં આદર્શ નથી તો કંઇ નથી,
પુષ્પમાં મધ હોય પણ ફોરમ નથી તો કંઇ નથી;
છે વિપુલ જળરાશિ પણ સાગર કદી છલકાય છે ?
વાણીને યૌવન મહીં સંયમ નથી તો કંઇ નથી.
- અરે ઓ તાજના જોનાર તને એ ગુલઝાર લાગે છે ?
ગોળાની ચાંદનીમાં આરસ તણો અવતાર લાગે છે;
પણ મળે જો શાહજહાં તો પૈગામ એટલો કહેજે’
સૂતેલી મુમતાઝને પણ પત્થરોનો ભાર લાગે છે.
- ચમકતો ને દમકતો એ શાહજહાંનો મહેલ જોવા દે,
મને ધનવાન મજ્નુએ કરેલો ખેલ જોવા દે;
પ્રદર્શન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાઓથી,
મને એ ખુબસૂરત પત્થરોની જેલ જોવા દે.
- અય શાહજહાં,તારું એ સંગેમરમરનું દર્શન જોઇ લીધું
ને તેં કરાવેલ દૂનિયાને દોલતનું દર્શન જોઇ લીધું;
પણ યાર કબર પર ફૂલો હોય, પત્થર નહીં,
મેં તાજ શું જોયો,તારી અક્કલનું પ્રદર્શન લીધું.
- તાજનું શિલ્પ-કાવ્ય નીરખીને લોકો,
હર્ષના આંસુ લૂછે છે,
દાદ આપે છે સૌ શાહજહાંને,
એના શિલ્પીને કોણ પૂછે છે ?
- સોહામણું ઉપવન ને જમના કિનારો,
ને બહુરંગી ઠઠારાથી ઉભેલો એ મહેલ !
સંપત્તિનો લઇને સહારો એક શાહે આદરી,
આપણા જેવા ગરીબોની મહોબતની મજાક…!
- મૃદુ હૈયું મળ્યું એને ગણું છું ભેટ કુદરતની,
અને આઘાતને માની લઉં છું ભેટ દૂનિયાની.
- રડી લઉં છુ જ્યારે હ્ર્દય પર ખૂબ ભાર લાગે છે,
નર્યા આંસુ જ મારા દર્દનો ઉપચાર લાગે છે.
- આવનારા બધાં જાએ “આવજો આવજો” કહી,
એકાકી ઉર મારાને ચાલ કહેનાર કોઇ નહી.
- શ્રધ્ધા કેરી કદી ના ખૂટજો વાટમાં વાટ ખર્ચી,
પ્રયત્ન કેરી પતરાળીમાં ભરી જશે ભોજન ભાગ્ય આવી.
- કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને રસ્તો નથી નડતો.
- મને એ સમજાતું નથી કે આમ શાને થાય છે ?
ફૂલડાં ડૂબી જાય છે ને પત્થરો તરી જાય છે.
- હૈયે વડવાનલ જલે તોયે સાગર ગાય,
હસી જાણે જગ ઝેર પી સંતન તે કહેવાય.
તને છોને વરસાદ હોય વ્હાલો,પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં,
તને આટલું ચોમાસું વ્હાલુ જો હોય,
તો આંખો ભીંજાય કોની યાદમાં.
- ઉઠાવું છું કદમ કિંતુ નથી અભિલાષ મંઝિલની,
લથડિયું ખાઉં ત્યાં મંઝિલ બનાવીને હસી લઉ છું;
સ્વજનો સાથ છોડી માર્ગમાં ફંટાઇ જાયે તો,
પરાયાંને જ પોતાના બનાવીને હસી લઉં છું.
- છોને મળી એ હાર અમને જીવન કેરાં યુધ્ધમાં,
સત્ય સાચું પામતા એ હાર પર હસતો રહ્યો;
ખુબ ગુજર્યા છે સિતમ મંઝિલ કિનારે પહોંચતાં,
મંઝિલ મળી,જે માન મળ્યું એ માન પર હસતો રહ્યો.
- હો પ્રથમ મુશ્કેલી તો અંત સારો આવશે,
ને કિનારો જીંદગીનો થઇ સહારો આવશે;
દુ:ખ આવે તો સમજો સુખના એંધાણ છે,
પાનખર જેમ પીઠ પાછળ લઇ બહારો આવશે.
- તમારી મૂંગી આંખોમાં જવાબોના જવાબો છે,
છતાં બેચેન થઇને કેટલાં હું પ્રશ્નો પૂંછુ છું;
મને પણ થાય છે કે હું આ કરું છું શું ?
તમે રડતા નથી તો પણ તમારી આંખ લૂછું છું..
- અનુભવની મઝા કોઇને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છબીમાં નથી હોતી;
સમીપ આવ્યાં વિના શું માપશો મારી પ્રતિભાને,
ચમક દરિયાના મોતીમાં છે,દરિયામાં નથી હોતી.
- રેત ભીની તમે કરો છો પણ
રણ સમુંદર કદી નહીં લાગે,
શબને ફૂલ ધરો છો પણ
મોત સુંદર કદી નહીં લાગે. - રોકી શકો તો રોકો તમે કાળચક્રને,
યુગને ન રોકો,એ તો ફક્ત રાહદાર છે;
મારા જીવનની ખૈર પૂંછો છો તો કહી દઉં,
દિપક જલી રહ્યો છે,છતાં અંધકાર છે.
- ભાગ્ય રૂઠી જાય તો માનવ બિચારો શું કરે ?
કમનસીબી હોય તો ઉન્નત વિચારો શું કરે ?
નાવડી પોતે ખરાબે શીશ પટકીને તૂટે,
તો દિશા બતાવનારો ધ્રુવ તારો શું કરે.
- સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,
સાગર ડૂબાડી દે મને તેવો કિનારો હું નથી,
મારે તો અજવાળવા અંધારઘેર્યા પંથ સૌ,
ચમકી ને તૂટી પડે તેવો કિનારો હું નથી.
- સહનની આવડત હોય તો મુસીબતમાં યે રાહત છે,
દિલ જો ભોગવી જાણે તો દુ:ખ પણ એક દોલત છે.
- દુ:ખની ઉડાડે ધૂળ તે શયતાન હોય છે,
સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે,
બંનેનો મેળ સધાવીને નિપજાવે જીંદગી;
મારૂં તો માનવું છે કે એ ઇન્સાન હોય છે.
- તૂટેલા કાચના કટકા સિતારા કદી થાતા નથી,
પાવડર લગાડેલા ચેહરા રૂપાળા કદી થાતા નથી;
કવિઓની વાણીને કિનારા કદી હોતા નથી,
અમારા એ અમારા કદી તમારા થાતા નથી.
- કળી તારે સુમન થઇ ચમન છોડી જાવાનુ છે,
વતનમાં ફૂલીફાલી વતન છોડી જાવાનું છે;
અરે ઓ ચાંદ ચમકી લે આસમાને ચાર દિન,
અમાસની રાતે તારે પણ ગગન છોડી જાવાનુ છે.
- જીવનની રાતમાં ઉત્કંઠિત ચમકાર લાગે છે,
પણ હોય જો હદમાં તો એ શણગાર લાગે છે;
વધુ પડતી પ્રભાની કંઇ હોતી નથી મહત્તા,
ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે.
- પહાડમાંથી કોઇએ પાષાણનું શોધન કર્યુ,
શિલ્પાકારે રૂપ આપીને પરિવર્તન કર્યું,
ઘાવ, ઘણ અને ટાંકણાના ખુબ ઝીલ્યા દેહ પર,
માનવીએ એ જ પથ્થરને નમી વંદન કર્યુ.
- આપના વિશ્વાસમાં ઉંડો ઉતરતો જાઉં છુ,
ડૂબવાની કોને પરવા,હાલ તરતો જાઉં છુ,
આપ મારા શ્વાસ છો,એનો મને વિશ્વાસ છે,
એટલા વિશ્વાસ પર શ્વાસ ભરતો જાઉં છુ.
- જ્યાં જ્યાં અન્યાય દીઠો,ખુદ જઇ પોકાર કર્યો,
લેવા અશ્રુના પુરાવાઓ દિશે દિશામાં ફર્યો,
આ બધું લઇને ગયો જગની અદાલતમાં જ્યાં,
આપ એ માનશો ? ત્યાં હું જ ગુનેગાર ઠર્યો…..
- નદી પાસેથી માંગી હતી,નિર્મળતા મળી,
ફૂલ પાસેથી ચાહી હતી,કોમળતા મળી,
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે;
કહેવાની જરુર ખરી કે નિષ્ફળતા મળી ?
——’-યુસુફ ‘ બુકવાલા————–

this is a supportive poem for those who can’t c their life in a positive manner ….. this will help to b a positive towards a life…
This all collections are showing your positive attitude towards life.
Sahan ni aavdat hoy to Musibatma ye Rahat chhe
Dil jo Bhogvi jaane to Dukh pun Daulat chhe,
“Aa Faqt Suvichhar nathi,Mari mom no Nature chhe,
Ena nature ma ,Taaro Nature pun Shaamil chhe…..”
nava blognu swaagat !
best wishes – sanjay pandya
દેવિકાબેન
સુંદર સંકલન
મન પ્રસન્ન થૈ ગયું
એક નાનુ સુચન કરુ?
શક્ય હોય અને જો હાથવગા હોય તો દરેક શેર નાં શાયર્નું નામ મુકશો તો સંકલન સંપૂર્ણ થયુ તેમ મનાય્
અભિનંદન અને આભાર!
આજે પહેલી વાર તમારી ગમતી ગઝલો અને મુક્તકોની મુલકાત લિધી. વર્ષો પછી મારી એક ૪૦ વરસ પહેલાની શરૂ કરેલી નોટબુક,કે જેના પાનાઓ પણ પીળા પડી ગયેલ છે તે ઉઘાડીને વાંચવાનુ મન થઈ ગયુ. કારણ ફક્ત એકજ કે ઘણા મુક્તકો તમારા,મારા, કે આપ્ણા જેવા કેત્લાયે ગઝલ પ્રેમીઓના સંગ્રહ મા હશે જે કદાપી જુના નથી થતા.
wel come to gujarati blog word…….
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.
તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
nice sankalan….enjoyed..
very good collection and that ahmedavad khovayu(અમદાવાદ ખોવાયુ ) is good kavita
nice collection , I went through the archives ane vanchta ankhman ansu avi gaya
these muktakos poured sweet juice memories in my heart.
Respected Devika mem,
I am Botony professor at Bahauddin Colleage Junagadh and also “Ghazal Lover Gujju”,as because mine grand father always inspired me for it.
Thanks for sharing this great collecion,really like it.
Nice Work.
- B.D. Barot
Junagadh City
khub, khub sunder, videsh ma pan aje maro desh, bhasha an-e maa beu sarkha, jatan karvanu ne prem karavanu, punyashali atma nu kam,
khub khub abhinanadan,
sanjay/09825017080
24.7.2009
respected medam,
was delighted to going through the collection, heart touching and full of .. words are inadequate to describe the feeling and ssatisfaction of such a great presentation.
God bless you,
thanks
After 10+ years , your gazal ,muktak and rest of collection gave me nostalgic memeory of college days and refrsh me from stressful of the USA lifesytle.
millions and millions thanks for it and keep up your excellent effort from the heart.
તમારી મહેનત લેખે લાગશે, કારણ કે અમારા જેવાને કોઈ વાર કામ આવશે.
“સાજ” મેવાડા
nice
jordar..superb collection……thank u……..
ખુબ ખુબ અભિનંદન અને આભાર
સુન્દર સંગ્રહ..
Enjoyed all of them.
Thanx.
enjoyed reading this lovely collection. it has been ages since i read gujarati poetry some of which was a part of my curriculum at school. thanx devikamasi. Sonal Pineiro nee Kulkarni
દેવિકા બેહેન તમે સાગર ને ગાગર મા પુરિ દિધો. અમ્ને સાગર મા મસ્ત કરિ દિધા બહુ મઝા આવિ. બહુ બહુ આભાર. આ સગ્ર્હ્ થિ આપે કેટલિ મેહેન્ત કરિ હ્શે તેનો અન્દાઝ આવિગ્યો. શુભેછા સ્વિકાર જો.
બધા મુક્તકો સરસ છે.
થોડામાં ઘણું આપી દીધું.
આભાર !