પૃથ્વી વતન કહેવાય છે….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)

છંદવિધાનઃ રજઝ ૨૮-
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

**********************************
આકાશની  બારી  થકી  કેવું  જગત  દેખાય  છે ?
અવકાશમાં  ગોળારુપે, જાણે  ચમન વર્તાય  છે.

પૃથ્વી  કહો, અવની  કહો, ક્ષિતિ  કહી માનો  ધરા,
જે  ઈશ્વરે  દીધું  અહીં, એને  જીવન  કે’વાય  છે.

હું કોણ છું ને  ક્યાંનો  છું? પ્રશ્નો  નકામા  લાગતા,
ઇન્સાન છું  બ્રહ્માંડનો, બસ એ કથન  સમજાય  છે.

છોડો બધી વ્યાખ્યા  જુની, જે  જે  વતન  માટે  રચી,
આજે  જુઓ  આ  વિશ્વનું,પૃથ્વી  વતન   કે’વાય  છે.

સંભારજો  સાથે  મળી  સૌ, વિશ્વમાનવની  કથા,
આપી  ગયા  પ્યારા  કવિનું, આ  સપન  સર્જાય  છે.
પૃથ્વી વતન  કે’વાય છે…..

 

About these ads

18 thoughts on “પૃથ્વી વતન કહેવાય છે….

  1. પૃથ્વી કહો, અવની કહો,ક્ષિતિ કહી માનો ધરા
    પણ ઈશ્વ્રરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે.
    પૃથ્વી વતન કહેવાય છે.
    બહુજ સરસ.

  2. દેવિકા,

    પૃથ્વી કહો,અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
    પણ ઈશ્વરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે.
    બહુજ સરસ.

    આભાર,

    વિનોદ.

  3. સરસ રચના..સરસ ભાવ..દેવિકાબહેન ત્યાં આવું ત્યારે છંદ શીખવાડશો ને ? મારા જેવા ઠોઠ નિશાળીયાના ગુરૂ બનશો ને ?

  4. છોડો બધી વ્યાખ્યા હવે,,ભૂમી તણી વિવિધ ઘડી,
    સામે ઊભી આ વિશ્વનું, પૃથ્વી વતન કહેવાય છે.

    ‘તન છે અહીં, મન છે તહીં’,ગાણા રડી છાના રહો,
    નવયુગની નૂતન કલમને, આ કવન સમજાય છે.

    સરસ

  5. સરસ ગઝલ ધરતી પ્રત્યેના માન વિશે,પ્રેમ વિશે-પૃથ્વી વતન કહેવાય છે.

  6. પણ ઈશ્વરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે….
    સુંદર રચના !
    અભિનંદન દેવિકાબેન !

  7. “તન છે અહીં મન છે તહીં ગાણા રડી છાના રહો
    નવયુગની નૂતન કલમને આ કવન સમજાય છે”
    સરસ ,દેવિકાબેન

  8. પૃથ્વી કહો,અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
    પણ ઈશ્વરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે… v v v nice ..!!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s