”સબરસગુજરાતી” પર યોજાયેલ ‘એકાંત’ વિષયક સ્પર્ધામાં નોંધપાત્ર રચનાઓમાં પ્રથમ સ્થાન પામેલ આ “એકાંતી મોતી”…..
એકાંતી મોતી અમે વીણવાને બેઠા, ત્યાં વળગીને આવી આ અમોલી વાત.
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
કોઇ કહે એકાંત મુજને છે વહાલું,
ને કોઇ કહે એકાંત લાગે અકારું;
ખુદને ડુબાડી ભીતરમાં જઇ જોઇ,
મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી.
નીરવ વનમાં કોયલના ટહુકા- શી મૌનના કો’ ગેબી આ પડઘાની વાત,
એકાંતે સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
ધરતીને ઓઢાડી,સૂવાડી ડૂબે,
પેલો સૂરજ પણ એકાંતી દરિયે;
નીરખે બંધ આંખે ને ઊંડે જઇ ભરે,
અજવાળા લાવી ને દુનિયા પર વેરે.
વાલિયા લૂંટારાની કાયાપલટ કરે, એકાંતી એવી આ વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
શબ્દોને પાર, દૂર મૌનને આવાસ,
ક્ષણ સંભળાય ઉર એકાંતી નાદ;
અદ્વૈત આનંદ ને ઉજ્જવલ ઉજાસ,
બસ આરપાર રોમ ઓમ શાંત..
“અહમ્ બ્રહ્માસ્મિ” ને “સોહમ્”ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન,
એકાંતે સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!


“અહમ બ્રહ્માસ્મિ” ને સોહમ” ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન
સરસ
હાર્દિક અભિનંદન
“ગુજરાતી સૂફી”પરંપરાની સુંદર ગૂંથણી.
વાલિયા લૂંટારાની કાયાપલટ કરે, એકાંતી એવી આ વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
કોઇ કહે એકાંત મુજને છે વહાલું,
ને કોઇ કહે એકાંત લાગે અકારું;
ખુદને ડુબાડી ભીતરમાં જઇ જોઇ,
મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી……
Happy MahaShivratri…
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
એકાંતને માણે ને જાણે કોઈ જોગી
વેરી ભાસે એકાંત, ભોગી યા રોગી
એકાંત ને સુંદર રીતે ઉપસ્યો છે.
અતિ સુંદર
ખુદને ડુબાડી ભીતરમાં જઇ જોઇ,
મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી.
khub sundar.
તમે તો પોહોચેલી માયા છો. આધ્યાત્મિકતા ને બહુજ સરસ રીતે સમજાવી.પ્રભુની ભાષા મૌન છે . એ તો આપણી અંદરજ છે. પણ આપણે અંદર જોતાજ નથી.
Devika khub sundar vah
khub sundar vah
વાહ દેવિકાબેન સરસ ગીત..
Ati Sundar.
સુંદર અને સચોટ આધ્યાત્મિક અભિવ્યક્તિ!
કોઇ કહે એકાંત મુજને છે વહાલું,
ને કોઇ કહે એકાંત લાગે અકારું;
Reality of life so well written in words in a beautiful rhythmic poem form.
Mukund Gandhi
The poem contains deep inner thought, cream of solitude and gratitude of finding one’s identity from within. Nice poem. Thank you for sharing.