કમાલ છે….

 

ન જવાબ છે, ન સવાલ છે,
ન પૂછો કશું, શી કમાલ છે.

રજકણ કહો, કે સૂરજ કહો,
જગની સદા, એ મશાલ છે.

છો જગત બધું ભમતું રહે,
એ રહે છતાં, ખુશહાલ છે !            

કદી દે સુખો, કદી દે દુઃખો,
જીરવો નહિ, તો કરાલ છે !

એ વિરાટ છે ને વિશાલ પણ,
જે ગમે તે સૌનો ગુલાલ છે.

કદી ધૂપ દે, કદી છાંવ દે,
ભગવાન છે, તે ત્રિકાલ છે !

દ્વય બંધ રાખી નયન અને,
ભજતા રહો, એ વહાલ છે..

8 Responses to કમાલ છે….

  1. Navin Banker says:

    સરસ છે. શબ્દો પણ સરળ અને ભાવ પણ સરસ.ગાઇ પણ શકાય અને શબ્દો યાદ રાખવા પણ સરળ પડે.
    મને ખુબ ગમી.
    નવીન બેન્કર

  2. Satish Parikh says:

    shu tamari kalam ni pan kamaal chhe? khobe bharine vakahn kari e to pan ochha pade. khub lhub abhinandan

  3. himanshupatel555 says:

    ગમી ગઝલ અને ગમ્યું તેમાંથી આવતું ડાયેડિકટીઝમ.

  4. Sangita says:

    Kamaal chhe Devikaben! Amuk shabdo no arth jovo paDshe paN khub gami.

  5. Chiman Patel says:

    દેવિકાબેન,

    શું છંદ (મુતફાઇલુન) લલગાલગા છે?

    પહેલાં જેમ છંદ લખતા હતા એમ લખતા રહો તો

    અમને શીખવા મળે ને?

    વિનંતિ સહ,

    “ચમન”

  6. vinod Thacker says:

    દેવિકા,

    કદી દે સુખો, કદી દે દુઃખો,
    જીરવો નહિ, તો કરાલ છે !

    બહુજ સરસ,

    આભાર,

    વિનોદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.