પામી ગયા…..

 

 છંદવિધાન-ષટકલ—૨૨    

મળી મળીને વળી ગઇ, નજર એ પામી ગયા.
દીધા નથી વચનો પણ, જીગરને જાણી ગયા ! 

ખરી કે ખોટી આ દુનિયાને શું કહેવું  હવે ?
વ્યથા લખી કળીની ને ચમન ઉથામી ગયાં ! 

ખડકની જેમ અડગ થૈ  ઉભા હતા જે બધા,
ખબર પડી કે એ હળવા પવનથી હાલી ગયા. 

કદી બન્યા છે ફરિશ્તા, કદી થયા શયતાન;
કદી મળ્યાં એ ફકીર જે ફિકરને ફાકી ગયાં. 

મળ્યા નથી કદી, જોયા નથી કદી જેને તે,
અદ્રશ્ય રહી આ જીવનની સફરમાં થામી ગયાં…

 

12 Responses to પામી ગયા…..

  1. સરસ વાત વણી છે દેવિકાબેન….
    ફકીર વાળી વાત બહુ ગમી.
    -અભિનંદન

  2. fikar ne faki gaya…
    devikaben very good.

  3. SARYU PARIKH says:

    દરેક લીટીં ગમી. સરસ ગઝલ.
    સરયૂ પરીખ

  4. sush says:

    મળ્યા નથી કદી, જોયા નથી કદી જેને તે,
    અદ્રશ્ય રહી આ જીવનની સફરમાં થામી ગયાં…
    khub gamyu.

  5. vinod Thacker says:

    દેવિકા,

    બહુજ બહુજ સરસ છે.

    સવાર અને દિવસ સુધરી ગયો.

    આભાર,

    વિનોદ.

  6. chaman says:

    મજા પડી ગઇ.

    તમારો આ લખવાનો તબક્કો છે તો

    લખતા જ રહો કારણ લખવામાં મન્દી આવવાની છે એ જાણજો.

    મને ગમ્યો આ શેર-મારુ નામ આવ્યુ એ માટે નહિ!

    ખરી કે ખોટી આ દુનિયાને શું કહેવું હવે ?
    વ્યથા લખી કળીની ને ચમન ઉથામી ગયાં !

    “ચમન”

  7. himanshupatel555 says:

    ખડકની જેમ અડગ થૈ ઉભા હતા જે બધા,
    ખબર પડી કે એ હળવા પવનથી હાલી ગયા.
    આ વધારે ગમ્યું.

  8. pravina says:

    ખડકની જેમ અડગ થઈ ઉભા હતા જે બધા

    ખબર પડી કે હળવા પવનથી હાલી ગયા

    એ જ આ દુનિયા છે.

    બહુ સરાસ

  9. P Shah says:

    એ ફકીર જે ફિકરને ફાકી ગયાં…

    સરસ !

  10. hemapatel says:

    મળ્યા નથી કદી,જોયા નથી કદી જેને તે
    અદ્રશ્ય રહી આ જીવનની સફરમાં થામી ગયાં.

    બહુજ સરસ શબ્દો અને ભાવ.

  11. ખડકની જેમ અડગ થૈ ઉભા હતા જે બધા,
    ખબર પડી કે એ હળવા પવનથી હાલી ગયા.
    સરસ .. મત્લાના શેરના બંને મિસરામાં સમાન કાફિયા છે. જરા જોઈ લેશો.

  12. Raksha says:

    Devikaben!
    I liked,no I loved it! thanks to Navinbhai for forwarding to me.
    Raksha…………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.