

પ્રવીણભાઇ પટેલ “શશી” ની “My Christmas Wish” ની ભાવનાને મેં છંદમાં ગૂંથીને ગઝલ બનાવી. તે આજે પ્રસ્તૂત છે…
( છંદવિધાનઃરજસ-૨૮)
************************* ***************************
નાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !
અવસર અહીં મસ્તીભર્યો, માણો સહુ સાથે મળી,
રંગો અને આ રોશની ભર્યો ફુવારો છે અહીં.
જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.
ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રો’,
શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.
વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
‘સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં.