રાતની આંખના ઝીલે આંસુ
પુષ્પનું કોમળ પાન,
ઝાકળ એનું નામ દઇને
મલકે માનવ જાત.
મનતરંગને સ્પર્શે ઝાકળ
શબદનો ઉઘડે વાન.
રુપ ધરી કો’ગીત-ગઝલનું
નિખરે સર્જન ભાત.
ગુન ગુન ભંવર અડકી અડકી,
વીંઝે પવનની સાથ.
ડાળને ટેકે બેસી ખુદને
બીડે ફૂલની માંય.
પાંદે ઝુલતું ઝાકળ-મોતી,
ચૂમે ધરાની ધાર.
વળી વળીને વરાળ થઇ,
ઉડે આભને ઘાટ.
ફરી રાતના આંસુ ઝીલી,
ઝાકળ ઝુલે પાન.
Archive | મે 2010
ઝળહળ દીપ
ગુજરાતની ગાથા અને ગરિમાથી ગૂંજતો અને ઝગમગતો ગરબો
ઝળહળ દીપ ** સ્વર્ણિમ ગુજરાતનો દીવડા ગરબો*****
**************** ****************** **************
દુહો —
હે..કંઠે ગાથા ગુર્જરીની, હાથે ઝળહળ દીપ,
રુદિયામાં ગરિમા ભરીને, ઝાંઝર ઝુમકઝુમ,
હે..લાંબી ગ્રીવા ગર્વ ભરી આ ગુર્જરી રુમઝુમ,
કમર લચકતી ચાલ ચાલતી જુઓ છુમકછુમ..
અરે ભાઇ જુઓ હ્યુસ્ટન નાર
અરે ભાઇ જુઓ ગુર્જરી નાર.
ગરબો —-
દીવડા તે લાવી દેશથી ,એમાં દીવા પ્રગ્ટાવ્યા આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…
રંગબેરંગી કોડિયા ને દીવા ગૌરવથી ઝળહળે આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…દીવડા તે લાવી દેશથી.
મેંદી હો છો ને માળવાની એમાં રંગો ખીલે ગુજરાતના,
સુવર્ણ ગુજરાત કેરા.. દીવડા તે લાવી દેશથી.
ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે
સુવર્ણ ગુજરાત કાજે.. દીવડા તે લાવી દેશથી.

