October 26, 2009
Inspirational poem “footprints in the sands”
by Mary Stevenson..પર આધારિત રચના …….

વિશ્વાસ હતો ને હતી એક ખુમારી;
સાથે હતો ઇશ ને, કેડી યે સહેલી .
લીલાંછમ રસ્તા ને ઝુમતાં’તા વૃક્ષો ,
હવા યે શીતલ ને ઝુલતાં’તા ફૂલો.
અણજાણે જોશે ગતિ તેજ થાતી,
ના જાણે ક્યાં છેક મુજને લઇ જાતી.
વસ્તીથી દૂર એક સંધ્યાને ટાણે,
પહોંચાડી સૂક્કા રેતાળ રાહે.
રળિયામણો પંથ ભેંકાર લાગ્યો,
એને વિસરતા વિકટ માર્ગ લાગ્યો,
પાછું વળી જોયું, કેવુ આ દ્રશ્ય !,
મારાં જ પગલાં બે ? એના અદ્રશ્ય !!
શંકા-કુશંકાથી આંસુ બે ટપક્યાં,
પ્રશ્નો ભીતરથી લાખો કૈં ઉમટ્યા.
ત્યાં આકાશવાણીના પડઘા સંભળાયાઃ
આકાશવાણીના પડઘા સંભળાયાઃ
દૂર દૂરથી ગેબી અવાજ કાને
“એ પગલાં છે મારાં ડરે તું શાને ?…
નીડર બનીને ડગલાં તું ભરજે,
શંકા નહિ પણ શ્રધ્ધા તું રાખજે,
એ હું જ છું ને તું જ સાથ છું હું,
તને ઝિલીને આગળ વધુ છું.. !!!!!!
એ હું જ છું ને તું જ સાથ છું હું,
ઉંચકીને હળવેથી પગલાં ભરું છું……”
29 Comments |
સ્વરચના |
Permalink
Posted by devikadhruva
October 11, 2009

નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે,સંવેદના-શૂન્ય બની ગઇ છે.એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે,ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો ,સાચો ઓપ આપવાનો વિચાર જાગ્યો…જે સસ્નેહ પ્રસ્તૂત….
********************* ********************
સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,
મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,
દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.
આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,
સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,
સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,
અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.
અંતરના અજવાળા એટલે આરતી,
ભીતરનો ભાવ તે જ પૂજાપો,
પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના.
ચાલો, ઉરના આંગણે,
સમજણના સાથિયા પૂરીએ.
એકાન્તની કુન્જમાં,શાંત,
પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,
નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ,
સાચા નૂતન વર્ષ મુબારક પાઠવીએ…..
17 Comments |
સ્વરચના |
Permalink
Posted by devikadhruva
October 4, 2009

લગ્નની ચોરીમાં એકમેકના હાથ મળ્યાં,
લો,ગણિતના દાખલા સૌ ખોટા પડ્યાં !
એક વત્તા એક બરાબર બે નહિ,
જીવનમાં તો એક જ, રોજના પાઠ મળ્યાં….
5 Comments |
સ્વરચના |
Permalink
Posted by devikadhruva