શ્રી સુરેશભાઇ દલાલની “પ્રાર્થના” પર અંશતઃ આધારિત પદ્ય રચના –
પહાડની જેમ જે ઊભા’તા પડખે,
એ તો રેતી થઇ વેરાયાં વચ્ચે,
ઘૂમ્યાં જે વર્તુળની ધારે-કિનારે,
એ તો કેન્દ્ર વિનાના હતાં ત્યારે;
માણ્યાં જે લીલાંછમ ડાળે ને પાને,
એ તો પુષ્પ વિનાના હતાં ત્યારે.
અંધકારને ઓળખ્યો કાળો મધદરિયે,
ત્યાં તેજના વલય દીધાં શબ્દે,
ઝલક દીધી એક એવી તે મધ્યે
ને સગપણ બંધાયાં સાચે રસ્તે,
ઉજાસ પથરાયો અંતરને કોડિયે,
જેમ શબરીને રામ મળ્યાં વગડે…….
September 28, 2009 at 12:51 pm |
ઝલક દીધી…
…શબરી ને રામ મળ્યાં વગડે…
વાહ, વાહ! ઘણી જ સુંદર કલ્પના.
અભિનંદન!
September 28, 2009 at 1:54 pm |
દેવિકા,
પહાડ અને રેતીની સરખામણી સુંદર છે
તેજનાં વલય મળ્યા શબ્દે-માં સરસ્વતી દેવીની તેજસ્વિતા અસરકારક છે
શબરીને રામ મળ્યાની આનંદની અભિવ્યક્તિ ખુબ સરસ છે.
September 28, 2009 at 2:06 pm |
સુંદર રચના.
September 28, 2009 at 3:31 pm |
પહાડની જેમ જે ઊભા’તા પડખે,
એ તો રેતી થઇ વેરાયાં વચ્ચે,
Very nice Devikaben…Sunder Rachana
September 28, 2009 at 3:34 pm |
sundar rachna
September 28, 2009 at 4:22 pm |
ઘૂમ્યાં જે વર્તુળની ધારે-કિનારે, એ તો કેન્દ્ર વિનાના હતાં ત્યારે;
excellent. khooba j sunder
September 28, 2009 at 4:47 pm |
very nice
September 29, 2009 at 10:23 am |
good exllent mind blowing
September 29, 2009 at 10:32 am |
khub saras
September 30, 2009 at 1:16 pm |
Khub Saras Rachna!
I like these the most:
અંધકારને ઓળખ્યો કાળો મધદરિયે,
ત્યાં તેજના વલય દીધાં શબ્દે,
ઝલક દીધી એક એવી તે મધ્યે
ને સગપણ બંધાયાં સાચે રસ્તે,
ઉજાસ પથરાયો અંતરને કોડિયે,
જેમ શબરીને રામ મળ્યાં વગડે…….