શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા ?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઇમેઇલમાં,
વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,
આરતી ઉતારીને લઇશ ઓવારણા.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના…….
July 25, 2009 at 4:16 am |
God must have better email system and better webcam.I am sure.God is here in our email and webcam.
July 25, 2009 at 6:22 am |
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં …
સુંદર ભાવો.
July 25, 2009 at 7:31 am |
vow…goodan pretty new imaginations
July 25, 2009 at 11:57 am |
કોમ્પ્યુટર યુગમા વાઈરસ હણનારના સ્વ્ રુપે કાનાની અનુભૂતિ થાય પણ તેને માટે રાધા-મીરાની
પ્રેમાસ્પદ પ્રત્યે મહાભાવ્ જરુરી
July 25, 2009 at 1:04 pm |
modern love with “kana”..sundar
July 25, 2009 at 2:16 pm |
Are wah! Haave to God no Email awawo j joiye.
Nice one!
July 25, 2009 at 5:12 pm |
adbhut
Bahuj sundar rachana chhe
abhinandan
July 26, 2009 at 1:59 am |
Devika,
Tame have evi unchaaeye pahonchi gayaa chho ke darek kaavya no pratibhaav lakhavaano koi arth mane nathi laagato kaaran ke pratibhaav lakhavaa maate pan have judaa judaa shabdo jadvaa joiye ne ?
Bas ! tame khub khub pragati karya karo ane Sahitya jagat ne tamaari vividh rachanao thi vibhushit karta raho ej prarthana.
NAVIN BANKER
July 26, 2009 at 5:18 am |
સુંદર રચના… નખશિખ લયમાં નથી પણ લયની ખાસ્સી નજીક નજીક છે…
August 3, 2009 at 1:28 pm |
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
very nice, didi…! congrats..
August 9, 2009 at 2:02 am |
કૃષ્ણ દવેનું ‘વાંસલડી ડૉટ કૉમ’ યાદ આવી ગયું.
August 12, 2009 at 8:01 pm |
Khub J Saras!!!!