એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
ન મિલન પછી વિરહ રહે, સુખો પછી ના દુ:ખ ઘડે.
એક એવું વિશ્વ મળે જ્યાં સૌ જીવો બની શિવ રહે,
ના ઉંચનીચ, ખરાખોટાં,નાનામોટા ના ભેદ રહે.
એક નવો ઇશ્વર મળે જે જઇ જુના પ્રભુને પૂછે,
”દઇ દાન વિચાર-વાણીના, કહે કાબૂ ના તું કાં કરે ?
સર્જી સારા બૂરા બધે, કહે સારાને જ કાં કસે ? ”
”શું ડર છે તુજને માનવી નહિ પ્રાર્થના કરે તને ?
જો અંતર્યામી છે જ તું, તો દુષ્કર્મો ને રોક હવે.”
એક એવો ઇશ્વર મળે જે શાંતિનું એક જગ રચે,
રંગ લોહીના જુદા ભલે, ગુણો બધે સરખા મળે,
દ્વંદ્વોની ના દ્વિધા રહે ના પૂણ્ય ને કોઇ પાપ રહે.
એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
એક એવો ઇશ મળે જે બસ હવે સુરાજ રચે.
July 13, 2009 at 10:54 pm |
સુંદર કાવ્ય…એક એવો ઈશ મળે….તે ધારે તો સ્વતંત્ર ઈચ્છાશકિત પણ ના આપે…પોતાનું ધાર્યુ કરાવી શકે પણ તેણે કેમ જાણે વિશ્વાસ ના મૂક્યો હોય માનવી પર…કે જીવી બતાવશે અને વિશ્વને નંદનવન બનાવશે પણ..વાત સાચિ છે હજી નંદનવન નથી બન્યું…
July 15, 2009 at 7:07 am |
સરસ કવિતા. ગૂઢ વિચાર અને સુંદર કલ્પના.
July 16, 2009 at 12:00 pm |
વાહ વાહ, ખુબ સરસ. અમારા બધાનુ સ્વપ્ન તમે લખ્યુ
July 16, 2009 at 2:51 pm |
High thinking..beautiful poem..
July 16, 2009 at 2:57 pm |
આશા રાખીએ કે, તમારી આરત ફળે.
July 16, 2009 at 3:46 pm |
saras kavita…
July 16, 2009 at 5:05 pm |
એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
ન મિલન પછી વિરહ રહે, સુખો પછી ના દુ:ખ ઘડે.
કલ્પના સારી છે
પ્રેમ પછી દર્દ અને મિલન પછી વિરહ,
બધા સમજી શકે એવા આ ઉખાણાં નથી હોતા.
July 16, 2009 at 9:36 pm |
Very noble thoughts!
July 17, 2009 at 12:03 am |
Ame to have evo ish melavavani aahsaa chhodi didhee chhe.Aasha rakhiye ke tamne evo ish mali jaay !!
Shri Ram… Shri Raam !
Navin Banker
July 17, 2009 at 5:29 am |
સુંદર રચના…
July 17, 2009 at 12:41 pm |
સુંદર વિચારશીલ પ્રેરક કાવ્ય આપે લખ્યું છે…
એક એવો માણસ મળે જે માણસ જેવો માણસ બને…
સાચી વાત છે આપણી મર્યાદા છે તો પ્રભુ જ યાદ આવે ને…
ફરીવાર આપનું શોધ કાવ્યુ વાંચ્યું….
July 17, 2009 at 5:20 pm |
yes, every one wants something, A new and so “SHODH” is continu. great
July 18, 2009 at 7:10 am |
એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
વાહ ! સુંદર કલ્પના !
August 3, 2009 at 5:53 am |
Shodh khub khub Gami.We all need peace and happiness.
I wonder how did i miss yr such a beautiful poem?