સમયના સીમાડા

 
મળ્યાં ન મળ્યાં ને પડ્યાં વિખુટા,

ન વાતો, ન ચીતો ને પડ્યાં વિખુટા,

ચૂપચાપ સહ્યાં  સમયના સીમાડા,

અંતરથી તો યે ના પડ્યાં વિખુટા……………..

ઘેરાયાં મેઘલાં ને ના પડ્યાં છાંટણા,

સ્વાતિના બૂંદથી ચાતક વિહોણા,

હજાર ભાવો ચહેરે લીંપાયા,

અંતરથી તો યે ના પડ્યાં વિખુટા………………

નીતરતી નજરથી ભીતર ભીંજાયા,

ભીના થઇ પ્રશ્નો સઘળાં ખરડાયા,

ભાવિમાં ધરબ્યા મિલનના ઓરતા,

અંતરથી તેથી ન પડ્યાં વિખુટા………………...

5 Responses to “સમયના સીમાડા”

  1. Bhavita Says:

    “bhina thai…..tethi n padya vikhuta….very nice (tamaro navo photo saras che)

  2. Heena Parekh Says:

    મળ્યાં ન મળ્યાં ને પડ્યાં વિખુટા,
    ન વાતો, ન ચીતો ને પડ્યાં વિખુટા,
    ખૂબ સરસ પંક્તિઓ.

  3. vilas bhonde Says:

    antar thi toy na padya vikhuta
    vah, khub saras

  4. sush Says:

    નીતરતી નજરથી ભીતર ભીંજાયા,

    ભીના થઇ પ્રશ્નો સઘળાં ખરડાયા,
    khub Saras.

  5. Sangita Says:

    Khub Saras Devikabahen!

Leave a Reply