
એ આંખ મીંચે ને થાય જગ કાળુ,
એ આંખ ખોલે ને થાય અજવાળુ,
ગૂઢ રમત એમ રમતા રમતા,
વિશ્વ તખ્તે રચે દ્રશ્ય રૂપાળું.
વેળા વેળાની ધૂપ છાંવ રચતા,
જ્ઞાન જીવનનું ધરે નજરાણું.
નિત્ય પહોરે સુરખી ભરતા,
સાંજે શમતા ગગન નિરાળું.
વિધવિધ ઋત સજે ધજે એમ,
શીત ગ્રીષ્મ વર્ષા રૂપ ન્યારું.
નિજ આંખ મીંચી સઘળું પોઢાડે,
જાગી સ્વયં કરે જગને વ્હાલું,
એ આંખ મીંચે ને થાય જગ કાળુ,
એ આંખ ખોલે ને થાય અજવાળુ.
March 17, 2009 at 2:43 pm |
Very nice!
March 22, 2009 at 4:22 pm |
saras
keep it up
March 26, 2009 at 6:23 am |
Sunder.