ઇશ્વરની કૃતિ

 

“ તૂટેલા કાચના કકડા સિતારા કદી થાતા નથી “  ના શાયરને સલામ………

ઇશ્વરની કૃતિમાં ફેરફાર કદી થાતાં નથી,
માનવને પીંછા ને પાંખો કદી થાતા નથી. 

અંબર પર માછલાં કદી તરતા નથી,
સમંદર પર સિતારા કદી થાતા નથી.

પંખીઓને પગ અને વાચા કદી  હોતા નથી,
પ્રેમીના ભાગે વિરહના દુ:ખ કદી જાતા નથી. 

વીતેલા સમયના પાન પાછા કદી ફરતા નથી,
છૂટેલા જીભના તીર પાછા કદી વળતા નથી.

એક્મેકના મનને વાંચી કદી શકાતા નથી,
પોતાના છે જે સાચા, પારકા કદી થાતા નથી.

શાંતિના કોડ પૂરા કોઇના કદી થાતા નથી,
માત્ર સમજ વિના ક્યાંય કદી  શાતા નથી !!

6 Responses to “ઇશ્વરની કૃતિ”

  1. Mandeep Says:

    very nice ….. every word is fact but we r still trying to fulfil all…….

  2. vilas bhonde Says:

    ishwar ni kruti kya koi ne samzi chhe
    khub kahi

  3. Dilip Gajjar Says:

    khub chintan baad lakhaayu chhe..sunder message chhe jivanni vastvikta chotdaar rite kahi do chho..vadhu potani rachna karsho ne ?

  4. sush Says:

    Ishwar ni Lila Samjati nathi,
    Gayela paachha kem Aavta nathi

  5. Sangita Says:

    The whole poem is very nice.

    This one is excellent:

    એક્મેકના મનને વાંચી કદી શકાતા નથી,
    પોતાના છે જે સાચા, પારકા કદી થાતા નથી.

  6. Ramesh Says:

    ખુબજ સુંદર કૃતિ

Leave a Reply