હવે ગમે છે.

  

 —–અમૃત ઘાયલ—”કાજલભર્યા નયનના કામણ મને ગમે છે”ને સલામ–

**********     *********     *********     *********    *********   

 

 

dipa_l

 છો ને પ્રગટતા દીવા, મંદિરમાં હજારો,
મનમાં પ્રગટતો સાચો, દીવો હવે ગમે છે.

છો ને પૂજાતો પથ્થર,બની દેવરૂપ હજારો,
કરી કામ પછી છૂપાતો,  ઇનસાન હવે ગમે છે.

છો ને જીવનમાં થાતો, વર્ષોનો આ ઉમેરો,
વરસમાં ઉભરે જો જીવન,એવું હવે ગમે છે.

છો ને મળતી સંપત્તિ, ધનની બધે હજારો,
સમૃધ્ધિ સંબંધોની, સાચી હવે ગમે છે.

છો ને પહોંચે ગગનમાં,ચાંદ ઉપર યુવાનો,
શીતળતા અર્પે દિલને,ચાંદની હવે ગમે છે.
 

 છો ને પ્રગટતા દીવા, મંદિરમાં હજારો,
મનમાં પ્રગટતો સાચો, દીવો હવે ગમે છે.

 

dipa_l

10 Responses to “હવે ગમે છે.”

  1. sush Says:

    Wow,Devi Tame to Hud Kari nakhi.
    Bhale hun Na thai Shaku Devi,
    Khush chhu bas rahun hun Sush

  2. vijayshah Says:

    છો ને પૂજાતો પથ્થર,બની દેવરૂપ હજારો,
    કરી કામ પછી છૂપાતો, ઇનસાન હવે ગમે છે.

    saras

  3. shamili Says:

    Khub J Saras!!!

  4. bhavita dhru Says:

    chone malti sampaati…… very nice

  5. pragnaju Says:

    છો ને પ્રગટતા દીવા, મંદિરમાં હજારો,
    મનમાં પ્રગટતો સાચો, દીવો હવે ગમે છે.
    સુંદર રચના
    ૨૦૦૯નું મંગળ પ્રભાત પરમ સત્તાની કૃપા-વરદાન સતત વરસે–એવી મંગળકામના.
    o *http://niravrave.wordpress.com/

  6. Ramesh Patel Says:

    છો ને પૂજાતો પથ્થર,બની દેવરૂપ હજારો,
    કરી કામ પછી છૂપાતો, ઇનસાન હવે ગમે છે.

    Really heart touching words.
    Congratulation for very nice gazal

    Ramesh Patel(Aakashdeep)

  7. Dilip Gajjar Says:

    મનમા પ્રગટતો દિવો ગમે છે..ખુબ પ્રેર્ણાદાયી કાવ્ય

  8. Mandeep Says:

    choo ne loko game te kaheta pan mane lakhvu game chhe………..

  9. vilas bhonde Says:

    bahuj saras
    hruday ma utari gayu

  10. k & K Mehta Says:

    Very Nice Creation. Liked the central idea of this poem.
    That is what we should practice in life.
    We have no control in addition of Years in our Life but we can certainly control the addition of Life to these Years.
    We don’t have to be awed by the outer apprearance or affluence of anyone. What is inside that is important.
    Keep it up spreading and refreshing the invaluable truths of Life.

Leave a Reply