‘ળ‘ ન હોત તો ગોળ ગળ્યો ન હોત,
ને સઘળું સળવળતુ ન હોત;
‘ળ‘ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત;
‘ળ‘ ન હોત તો માળવે મળ્યા ન હોત,
ને મેળે મેળાવડો ન હોત;
‘ળ‘ ન હોત તો ખોળિયું હેતાળ ન હોત,
ને વાંસળી થી વ્યાકુળ ન હોત;
‘ળ‘ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત;
‘ળ‘ ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,
ને જળ ખળભળ ન હોત.
December 15, 2008 at 11:23 am |
pal, nal,kalsal,thal,mal,tal,chalgal,ghal,fal,bal,dal ——aatla badha la kem bhulaya?
baki saras
December 16, 2008 at 4:42 pm |
જ્યોતિંદ્ર દેસાઈની એક વાત યાદ આવે છે.
ભરુચમાં નળ ન હતા
એટલે
ભરુચી ળ ને બદલે લ બોલતા.
તું માલ પર ચઢીને ગાલ પર ગાલ દે છે…
December 17, 2008 at 10:18 am |
ખુબજ સરસ કવિતા છે. Pragnaju ની વાતબી મજાની છે કે ભરુચી લોકો ળ ને બદલે લ બોલે છે
December 24, 2008 at 5:25 am |
Sunder.
December 29, 2008 at 3:24 pm |
Wah!
Very creative!