અંધકારના ઓરડે આવીને વળગે,અક્ષરના આગિયા ફરકે ને ચમકે,
પકડાવી હાથમા કલમ ને કાગળ,ટપટપ ટપકે ને પછી જ અટકે.
આભલે ભમતી જલભરી વાદળી,અવનીને આરે વરસીને જંપતી,
તૃષિત ધરતીને પીવડાવી પ્રેમથી,ગ્રહી ગરમીને પાછી એ વળતી.
ઝાડીથી ઉડતી પક્ષીઓની ટોળકી,વાડ પર બેસીને દાણાને ટાંપતી,
ચાંચેથી ચાંચમાં ખવડાવી નેહથી,હારબંધ ઉડી નિજમાળે જઇ બેસતી.
સ્મૃતિ તો માની રોમરોમ ફરતી,આસપાસ ગોળ ગોળ રોજ રોજ ઘૂમતી,
વીણાના તાર જાણે ઝંકારી દિલમહીં,બની સરસ્વતી સતત એ વહેતી.
October 6, 2008 at 1:26 pm |
shabdo ni rachana saras
bhav pan maza na
October 11, 2008 at 3:40 am |
અભિનંદન દેવિકાબેન!
સુંદર કલ્પનો વડે સરસ ગુંથણી થઈ છે…..
October 13, 2008 at 5:59 pm |
Devikaben,
How did I miss this? This is very nice. Seems like DaNa ChaNata pakshi ni sathe Maa ni yaad jodayeli chhe.
November 5, 2008 at 12:00 am |
Devika this is nice poem. It reminds someone his or he rvillage or mothr land. it reminds that one is in his village and remebering his past. Well written
November 6, 2008 at 3:11 pm |
અક્ષરના આગિયા સદા ઉડતા રહે અને પ્રકાશતા રહે…