પહેરી પાયલ પનઘટ પર,
પનિહારી પલકે પાંપણ પલપલ,
પાથરી પાનેતરનો પાલવ,
પહોરે પોકારે પ્રિતમ પ્રિતમ…
પહેરી પટકૂળ પીળું પીતામ્બર,
પવન પગલે પૃથ્વી પથ પર,
પળમાં પહોંચે પ્રભુજી પાદર,
પ્રકૃતિ પામે પ્રચ્છન્ન પગરવ…
પુષ્પ પ્રફુલ્લિત પાનપાન પર,
પાંખ પ્રસારે પંખી પિંજર,
પનિહારી પામે પૈગામ પટપટ,
પહોંચી પામે પ્રીત પરબ પર…
પહેરી પાયલ પનઘટ પર,
પામે પાવન પ્રસાદ પલપલ,
પાડે પડઘા પરવત પરવત
પનિહારી પ્રાર્થે પ્રભુને પલપલ….
**************** **************** ****************
પદ્મનાભ: પ્રભુ પાવન,પવિત્રાણામ પરમ પિતા,
પુષ્કરાક્ષ:પ્રાણદો પ્રાણ:,પ્રતિષ્ઠામ પર્યવસ્થિતમ;
પ્રજાભવ: પ્રભુરીશ્વર: પુષ્પહાસ:પ્રજાગર:
પ્રાંશુર્મોઘ: પ્રકાશાત્મા,પૂણ્યકીર્તિ પ્રિયકૃતમ.
**************** **************** ****************
September 30, 2008 at 11:33 am |
ઓ દીદી…. અ………………………………………………………….તિ સુંદર…! મારી પાસે શબ્દો નથી ..ખુબ જ સરસ છે સાચે જ..કેવી રીતે આવે છે આ બધા શબ્દો આપના મન માં..?
September 30, 2008 at 1:49 pm |
પ ની પ્રાર્થના
અ દ ભૂ ત
ખૂબ આનંદ થયો
અમે પ્રજ્ઞા-પ્રફુલ્લ અને દિકરો પરેશ
October 2, 2008 at 1:17 pm |
Pavitra Prarthana! Pujyane Paye Padine PranNam!
Pratham PramaN (First Rank/Number).
October 2, 2008 at 6:32 pm |
Pa means Prabhu and Prarthna.Pyari Pratima.
October 2, 2008 at 7:45 pm |
very nice …. whats next ???? u r simply great….
October 6, 2008 at 1:25 pm |
prabhu prarthi prasad pamo
November 5, 2008 at 12:03 am |
Another good one describing love of an individual with god.