આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ
એવામાં 3.00 વાગ્યાના સુમારે,અચાનક ઘરમાં એક તીણી ચીસ સંભળાઇ.હજારો સળવળતા પ્રશ્નો સાથે અમે અંધારામાં ઉઠી અવાજની દિશા તરફ વળ્યાં.મુખ્ય પ્રવેશદ્વાર ધ્રૂજતું હતું.કાળી મેઘલી રાતે કોણ હશે? મનમાં ચિત્ર ઉભુ થયું મધરાતે માથે ટોપલીમાં બાળકને છુપાવી નીકળેલાં વસુદેવનું !!! પણ ના,નંદ-યશોદા બનવાનુ એ સૌભાગ્ય ન હતું. એ તો રાક્ષસી વાવાઝોડાની 50 માઇલ દૂરની એક ઝલક હતી..બારણામાં નાની-શી તીરાડ કરી અંદર આવી ભરખી જવાનો એનો પ્રયાસ હતો.અમે ચેતી ગયાં અને ફાનસના અજવાળે. વજનદાર ફર્નીચરનો ટેકો મૂકી, હવાબંધ પટ્ટાઓના લેપ કરી જાકારો દઇ શક્યા ! ફરી પાછા ખુલ્લી આંખે,ગાયત્રીના મંત્રો જપતા જપતા પથારીમાં પડ્યાં,તન-મન શેકાતા રહ્યાં.
આખરે સવાર પડી.સૂરજ તો ક્યાંથી દેખાય ? પણ ફરજ પ્રમાણે ,ન જાણે કેવી રીતે વાદળાંઓની વચ્ચેથી પણ એ ઉજાસ ફેંકતો હતો ! આકાશ હજી પણ રડતું હતું…કુદરતના આ કોપે ટેક્સાસમાં તાંડવ ખેલાઇ ગયું,હ્યુસ્ટનમાં હોનારત સર્જાઇ ગઇ. માનવ સર્જિત વીજળી મરી ચૂકી હતી અને એની ચેતના વગર જીવન પણ સ્મશાનવત નિશ્ચેટ બની ગયું..વૃક્ષો મૂળમાંથી ઉખડ્યાં,વાડો તૂટી,બાર્બેક્યુ ગ્રીલ જેવી ભારે વસ્તુઓ પણ પક્ષીની જેમ હવામાં ઉડી જ્યાં-ત્યાં ફેંકાઇ..જાન હાની પણ થઇ…
માનવ-હ્ર્દયની એક ખૂબી છે.નૈસર્ગિક આફતોમાં સૌ એકમેકના બની રહે છે.મારું મન આભારવશ વિચારે છે; ભલે મહેનતથી સજાવેલો ફળ-ફૂલનો બાગ ઉજડ્યો છે,પણ જીવન-બાગ અકબંધ છે,સુસજ્જ છે..આજે છઠ્ઠો દિવસ છે,આકાશનું રુદન બંધ છે,વાદળાંઓ વિખરાયાં છે,સૂરજના દર્શન થયાં છે,વૃક્ષો ફરી ટટ્ટાર થવા માંડ્યા છે, વીજળીનો સંચાર થતા,શબવત જીવનમાં પ્રાણ ફૂંકાયો છે.આળસ મરડી સૌ બેઠા થયાં છે.માનવે મરામત કરી કુદરતને હૂંફ આપી છે તો કુદરતે હંમેશ મુજબનો સાથ આપ્યો છે.અંતરમાંથી અવાજ આવે છે :
હરીકેને મઢી’તી સારી રાત,એનું ઢૂંકડુ થયું છે પરભાત રે….
હરીકૃપા થી વીતી સારી રાત, હવે ઉઘડી ગયો છે ઉજાસ રે….


September 19, 2008 at 12:51 pm |
બહુ જ આબેહુબ વર્ણન કર્યું છે. અમે બચી ગયા. પણ તમારા સૌની ચીંતા થતી હતી.
September 19, 2008 at 1:51 pm |
વાંચી ને અજીબ અનુભૂતિ થઇ… ઇશ્વર સહુની સક્ક્ષા કરે એવી પ્રાર્થના..!
September 19, 2008 at 1:51 pm |
વાંચી ને અજીબ અનુભૂતિ થઇ… ઇશ્વર સહુની રક્ષા કરે એવી પ્રાર્થના..!
September 19, 2008 at 2:23 pm |
VERY TOUCHY AND TRUE ARTICLE..
September 19, 2008 at 2:25 pm |
khub sachot ane DaramanU chitran!
September 19, 2008 at 2:36 pm |
its not a experiance which can be feel by words…. but we can feel……. god is great ….
September 19, 2008 at 2:37 pm |
કાળજુ કંપાવે તેવી અનુભૂતિ
હરીકૃપા થી વીતી સારી રાત,
હવે ઉઘડી ગયો છે ઉજાસ રે…
વાંચી શાંતી થઈ
September 19, 2008 at 3:03 pm |
God is great and so is your varNan-shakti!
September 19, 2008 at 3:06 pm |
abehub ane sachot chitra ane sundar saral bhasama lakhva badal hardik abhinandan. tame kavi mathi lekhak pan thai sako chho te aaje janyu.
aavi rite tamari askhalit rachanao mokalta raheso. kadah badhi rachana ono pratibhav na aapi shakay to dargujar karsho.
September 19, 2008 at 3:55 pm |
newspaper ma vachi khub chinta thati hati.ishwar no pad ke badha hemkhem chho
varnan khub sunder
September 19, 2008 at 4:16 pm |
thanks for info
really worried…….
September 19, 2008 at 4:54 pm |
This is great ” ANKHE DEKHYO AHAVAL” but beauty is to see you in person to describe it. Would you do your this beautiful prasentation which is verry apropriate for the current MAHOL? PL__EASE!
September 19, 2008 at 4:55 pm |
I mean,during our BATHAK on Sept.20TH 2008.
September 20, 2008 at 3:53 pm |
nice reporting..
vanchine akhu chitra najar same…
u all r fine ?
take care
September 27, 2008 at 1:37 pm |
ઇશ્વરનો આભાર આપસહું ની સુખાકારી પ્રર્થુ છું
September 27, 2008 at 1:38 pm |
સુખાકારી પ્રાર્થુ છુ
September 29, 2008 at 1:44 am |
So far we have been enjoying your poems and “alphabetic” rhythm but now we are exposed to another facet of your creativity in prose. You havd described quite well, succinctly the fury of “Mother” nature in this ravaging hurricane “Ike.” How powerful and frightening the nature can be, at times and you can never forget this experience.
God is great that all of you and your dear ones are safe.
September 30, 2008 at 11:26 am |
સૌ વાંચક-ભાવક-મિત્રોનો ખુબ ખુબ આભાર.
October 2, 2008 at 6:28 pm |
If you did not write this nobody will know what people went through.
getting news on TV was nothing.we were thinking when you close door everything is fine.We are NJ people.I read each and every single line.
thanks