
વીતેલા દિવસો જીવનના સ્મરણ બનીને રહી ગયાં,
બીડેલા નયનના અવિરત સ્વપ્ન બનીને રહી ગયાં.
આથમતી સંધ્યાએ સૂમસામ ખંડેરોમાં હેલી થઇને,
એકાંતને ભીંજવતો ઇતિહાસ બનીને રહી ગયા.
વીતેલા પ્રસંગોના કટકે કટકા હાથમાં લેતા,
સમી સાંજના ચમકતા સિતારા બનીને રહી ગયાં.
કદમ કદમ પર સાથોસાથ ચાલતાં રહીને,
સમયના સંભારણા નાવના હલેસા બનીને રહી ગયાં.
કાળના મુખમાં કોળિયો બનતા હરપળના ટૂકડા,
રાતના અંધકારમાં આગિયા બનીને રહી ગયાં.
યુગની મૂઠ્ઠીમાં ઠલવાતા ક્ષણોના પ્રત્યેક કકડા,
દિલ બહેલાવતા પતંગિયા બનીને રહી ગયાં….
September 9, 2008 at 7:16 pm |
Khub Saras. Darek Sambhaarna Movie ni clips Bani ne rahi gaya.
September 10, 2008 at 1:34 pm |
યુગની મૂઠ્ઠીમાં ઠલવાતા ક્ષણોના પ્રત્યેક કકડા,
દિલ બહેલાવતા પતંગિયા બનીને રહી ગયાં….
wow! very nice..positiveway of thinking. keep it up.
September 10, 2008 at 2:57 pm |
સુંદર પંક્તીઓ
કાળના મુખમાં કોળિયો બનતા હરપળના ટૂકડા,
રાતના અંધકારમાં આગિયા બનીને રહી ગયાં.
યાદઆવી
ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જિંદગીનો જે જવાબ છે.
September 10, 2008 at 4:56 pm |
very nice …. can’t stop my self to fly in past…… may b no one can stop….. after reading this….. mind blowing in real meaning….great..
September 10, 2008 at 7:12 pm |
excellent thi oochu kai kehvay j nahi. i like more that ” kal na mookhma…….
September 11, 2008 at 4:18 am |
Ghanaj prerak metaphors no jane sarghas nikalyo.
Ayj prerana no puravo raju karvani raja laun chhoon:
Samaysang heem thai janay anubhav kotaraya hoy,
Aym yaadoni dhaalmaan theejel putlao baninay rahi gaya.
September 11, 2008 at 2:25 pm |
Very nice Creation! EXCELLENT!!!!
September 12, 2008 at 12:23 pm |
Devikaben, wah! One of your excellent poems! Salute to you!
September 13, 2008 at 10:53 am |
vachine gai kal ne smruti ma sari padyo
September 14, 2008 at 11:43 pm |
Tamari Rachana gami, Devikaben !
September 29, 2008 at 2:08 am |
Most of us can’t escape visiting the past and it is a good thing only if it is for a short time. You put in the words very nicely the nostalgic moments and we realize,
“Zindagi Ke Safar Mein Guzar Jaate Hain Jo Makaam, Vo Phir Nahin Aate, Vo Phir Nahin Aate.”
November 5, 2008 at 12:08 am |
Title s “YAD” Devika , is it sorrowful memory are you remebering or joyful I could not say. However way it is written I compare it with Pankaj Udas “YADE”