July 23, 2008

તારલાના તેજે, તારલાના તેજે,
તલસે તલાવડીને તીર તું,
તરણાઓ તોડતીને તાક્તી તું તારલે…..
તાલીઓના તાલે,તબલાના તાલે,
તડપે તનમન તન્મય તાલમાં,
તિમિરમાં તેજ તારું તસતસતું તારલે…..
તક્દીરના તાપે, તક્દીરના તાપે,
તાસીર તપીને તપાવતી,
તણખા તલાશના તગતગતા તારલે…..
તાંતણાના તારે, તાંતણાના તારે,
તંદ્રા તરછોડી, તનહાઇમાં,
તરસે તસ્વીર તારી તરવરતી તારલે…..
3 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva
July 17, 2008

ઢોલિયો ઢાળી ઢોલીએ,
ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં,
ઢંઢેરાના ઢાંચે ઢબથી,
ઢંક,ઢોર,ને ઢેલ ઢળકાવ્યાં;
ઢેબરાં ઢાંકી ઢૂંકડેથી,
ઢચૂક ઢચૂક ઢીંગલા ઢસડાવ્યાં,
ઢાલથી ઢાંકપીંછોડના ઢંગે,
ઢળી ઢોળાઇ ઢોલ ઢંઢોળાવ્યાં.
ઢોલિયો ઢાળી ઢોલીએ,
ઢોલ ઢમ ઢમ ઢબુકાવ્યાં.
ઢંક=કાગડો
2 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva
July 9, 2008
રોજ રોજ તરંગની પાંખે, હું ઉડું છું,
દૂર,દૂર,જુદી, નવી સફરે હું ઉડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની,
કુદરત ને ભીતરની સફરે હું ઉડું છું.
હિરા-મોતી ખુબ ખોબે ભરી લાવીને,
અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે,
શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.
ઉછળતા અફાટ આ મોજાને જોઇ જોઇ,
કલ્પનાની નાવ લઇ દરિયો હું ડહોળું છું,
ન ડૂબવાની ચિંતા,ન પરવા મરવાની,
તરતા ન આવડે, તરવૈયાને શોધું છું..
9 Comments |
કાવ્યો |
Permalink
Posted by devikadhruva
July 3, 2008

‘ડ‘- ડોલરનો ડંખ
હાયકુ : 5-7-5
( 1 )
ડોલર ડંખે,
ડગમગ ડગલું,
ડેલીએ ડૂસ્કું.
( 2 )
ડોલર ડાળી,
ડોલતી ડોલાવતી,
ડોકે ડસતી.
તાન્કા : 5-7-5-7-7
(મૂળે જાપાનીઝ કાવ્ય-પ્રકાર, 31 અક્ષર,પાંચ લીટી. )
( 1 )
ડોલર ડંકે,
ડુંગરાઓ ડોલ્યાં,
ડાહ્યાઓ ડોલી,
ડગલાઓ ડહોળી,
ડૂબીને ડૂબાડ્યાં.
12 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva