‘જ’નો જાદૂ

( જળકમળ છાંડી જાને બાળા….ના રાગમાં )

 

જલકમલવત્ જીવી જાને,

જરૂર જગન્નાથ જાગશે,

જાગશે જે જાણશે જ્યારે,

જીવનની જ્યોતિ જશે…………જી……..જલકમલવત્

 

જન્મ, જુવાની  જરાના,

જીવે જગત જંજાળમાં,

જર,જમીન,જોરૂ જનોના,

જખમો જીરવી જાણજે…………જી………જલકમલવત્


જગમાં જામ્યા જંગી જાળા,

જાદૂના જામ જબાનમાં,

જલસામાં જકડી જશે,

જયાં જિગરને જાકારશે………..જી………જલકમલવત્


જોબન જોશીલાની જ્વાળા,

જતનથી જાળવી જજે,

જીસ્મથી જશે જીવ જ્યારે,

જાલીમ જમાનો જલાવશે………જી……..જલકમલવત્

 

9 Responses to “‘જ’નો જાદૂ”

  1. અનિમેષ અંતાણી Says:

    “જ”ની જબરદસ્ત જમાવટ!

  2. jayeshupadhyaya Says:

    જવાબ નહીં જ નો

  3. gujaratikavita Says:

    જ બોલે તો જોરદાર્

  4. gujaratikavita Says:

    જકાશ તો ખરુ જ

  5. vilas bhonde Says:

    jata jata jami gaya j nu jokham jova jevu chhe

  6. હરીશ દવે Says:

    ત્રણેક વર્ષ અગાઉ એક જ ‘અક્ષર” પકડી મેં કાવ્ય રચ્યું હતું તેમાં ભારે જહેમત પડી હતી. દેવિકાબહેન! તમે તો એક પછી એક અક્ષર પર જબરી પકડ જમાવી છે! નવીન પ્રયોગને શુભેચ્છાઓ.
    .. … હરીશ દવે અમદાવાદ

  7. Sangita Says:

    “J”na Jaduni Jordar JamavaT!

  8. K & K Mehta Says:

    Jabardast Jamavat ! Jay Ho !

  9. sush Says:

    Jaroori Message.JAL KAMAL VAT JIVI JA…

Leave a Reply