
તમન્ના છે આભની પાતળી વાદળી બનું,
કે ઝાકળભીના પુષ્પની પાંદડી બનું;
ઉંચા કોઇ તરુવરની ડાળખી બનીને,
વિસામો ઝંખતા કો‘શ્રમિત પથિકની છાંયડી બનુ……….
તમન્ના છે પૂનમની રાતની ચાંદની બનું,
કે કાજલકાળી અમાસી રાતની તારલી બનુ;
આંસુ સારતી,પ્રોષિત-ભર્તૃકાની વાટડી બનીને,
નાનકડા ગામની ઝુંપડીની આશા-દીવડી બનુ…………
તમન્ના છે મઝધારે ડૂબતા માનવીની નાવડી બનુ,
કે,કુદરતનો કોપ પામેલ અપંગની લાકડી બનુ,
મેઘલી રાતે નવજાત શિશુને શિર પર લઇ,
સરિતા પાર કરતા વસુદેવની છાબડી બનુ…………….
તમન્ના છે વિયોગિનીને ડોલાવતી વાંસળી બનું,
કે,મંદિરના પૂજારીની ભાવભીની આરતી બનું,
સઘળું થાઉં કે ઘડીભર કંઇ એક માત્ર થાઉં,
બસ, તારી કલાની એક સુરેખ આકૃતિ બનું….
May 27, 2008 at 7:06 am |
Visamo Zankhta ko Shramit Pathik ni Chhaydi banu.
Wah,Suparb.
May 27, 2008 at 8:14 am |
તારી કલાની એક સુરેખ આકૃતિ બનું….
ઉમાશંકર જોષી-હું માનવી માનવ થાઉ તો ઘણું
May 27, 2008 at 11:33 am |
wah, kya tamanna hai?
khub saras
May 27, 2008 at 5:15 pm |
khub J Saras!
May 28, 2008 at 12:28 pm |
Wah! Wah! Kya Tamanna Hein!
May 29, 2008 at 3:13 pm |
તમન્ના છે..આપના પ્રેમને સદા માણતી રહું….
સુન્દર…માનવજીવનમાં કેટકેટલી તમન્નાઓ….
આપ જેવા મિત્રોનો સથવારો સદા મળતો રહે..એ તમન્ના સાથે….
June 3, 2008 at 3:00 pm |
“Tamanna Chhe ke Aavee Sundar Rachanao Hun Karu”
Aa badhi Tamannao maanthi Thodi Puri thay evi Aashaa Rakhie?
Compliments for your nice Creation!
June 4, 2008 at 10:55 am |
Another masterpiece!
I envy your mastery of words and the talent to make a beautiful story that rhymes. Poetry indeed.
Keep up the fantastic work. We are truly lucky to be able to read and be inspired by your proses. “Hearing” your poetry compels me to study and respect the Gujarati language even more.
June 4, 2008 at 10:57 am |
Thanks to all readers…..
June 5, 2008 at 7:51 am |
excellent, haji to fakt ‘tamanna’ j vanchi che. khoob j sunder