“ગ”ની ગઝલ

April 22, 2008

ગોરીના  ગીતે  ગગન ગૂંજ્યું,
ગરવી ગુજરાતનું ગામડું ગાજ્યું,
 
ગૂંથેલ ગજરે,ગર્વીલી ગાથા,          
ગરબે ગવાતા,ગાંધર્વોને ગમ્યું.
 
ગૌરવર્ણાએ  ગોવૃંદનું ગોતતા,
ગોપાલ ગોવરધનને ગમ્યું.
 
ગોતી ગોતીને ગોરસનું ગાતાં,
ગઝલમાં ગુલતાન ગવૈયાને ગમ્યું.
 
ગગનાંગનાની ગર્વિષ્ઠ ગ્રીવા,
ગજગામિની ગોપીઓને ગમ્યું.
 
ગુસ્સામાં ગાગરને ગોઠવીને ગાતાં,
ગુમાનધારી ગજેન્દ્રને ગમ્યું.
 
ગોરીની ગિરા ગલીએ ગવાતા,
ગુણવાન ગુરુજનોને ગમ્યું.


“ખ”નો ખિતાબ

April 10, 2008

ખરો ખિતાબ ખેડૂતને ખોળે,
ખેતીમાં ખુદનું ખોળિયું ખોવે;
 
ખૂણે ખાંચરે ખેતર ખેડે,
ખેડૂત ખાટલે ખુશીથી ખીલે.
 
ખેદેવો ખુશકિસ્મતી ખેરવે;
ખાંડ-ખજૂરના ખાદ્યો ખડકે.
 
ખગોળે ખેચર ખેલો ખેલે,
ખેડૂત ખાલી ખોલી ખોલે.
 
ખોળાના ખુંદનારનો ખાલીપો ખટકે,
ખીણશો ખાલી ખાલી ખખડે;
 
ખોતરી ખામોશી ખ્યાલોમાં ખૂંદે,
ખેંચે ખમીર ખેતીના ખીલે.
 
ખમ્મા ખમ્મા,  ખોબે ખોબે,
ખરો ખિતાબ ખેડૂતને ખોળે.

“ક”ની કલમ

April 1, 2008

કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુંજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન.

કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
કુમકુમ કંકુ,કીકીના કાજલ,
ક્વચિત કિંચિત,કામના કારણ.

કાલિન્દીના કાંઠડે કેડી,
કોતરી કોણે કદંબ કેરી ?
કટક,કીડી કે કુટિર કોઇની,
કણકણ કૃષ્ણ કનૈયે કોરી.