પરમ પ્રેમ

 paramprem.jpg

અગદ્યાપદ્ય :

પાંપણના પડદા પંપાળતાં,
સોનેરી કિરણો પ્રભાતના………….તારો પ્રેમ છે.
કમનીય કાયાને મરોડતો,
જુલ્ફોને રમાડતો સમીર તો……….તારો સ્પર્શ છે.
ચેતના જગાડતી ને પ્રેરતી,
આછી  પાતળી વાદળી…………….તારું વ્હાલ છે.
દિલને ડોલાવતાં લીલાંછમ,
તરુવર ને  પાંદડાના રંગો…………તારી પ્રીત છે.
આકાશમાં આમતેમ ઉડતાં,
પંખીઓના સુરીલા ગીતડા………..તારો પ્યાર છે.
વ્યોમમહીં ઘેલાં થઇ ઘુમતાં,
નીરભર્યા ઉન્માદી મેઘ…………….તારો નેહ છે.
મનની મોસમે રંગ જામે,
તો લાગે પેલું મેઘધનુ સાચે………તારો સ્નેહ છે.
નિંદરિયે રોજ રોજ ઢાળતી,
શમણાં સજાવતી રાતડી…………..તારી હૂંફ છે.
યુગોથી રમાતી પેલી આદિ
ને અંતની  આંખની મીંચોલી……..તારી મમતા છે.
આ પ્રેમમાં છે છૂપી ને ઉંડી એક વેદના,
“તું   છે”  એ વાત તો, છે કેવળ કલ્પના !!!!;
તોયે…. તરંગી આ મનનો વિશ્વાસ છે,
કે તુલસીના ઝીણા ઝીણા પત્તામાં……….તારો પ્રેમ છે.,પરમ પ્રેમ છે…

12 Responses to “પરમ પ્રેમ”

  1. Devika Dhruva Says:

    “વેલેનટાઇન”ના પર્વ પ્રસંગે “પરમ પ્રેમ”ની વાત.
    પ્રકૃતિની પ્રત્યેક ચમત્કૃતિમાં પરમેશ્વરનો આવિષ્કાર છે.આંખ મીંચીને થતી આ અનુભૂતિ એક અદભૂત પ્રેમ છે.

  2. pravinash1 Says:

    Beautiful

  3. K.Mehta Says:

    Whoever does not believe in existence of God in this world should read this poem.
    In the daily rut of Life, we often forget or unknowningly close our eyes to see that he is around us in so many ways and always (All Ways). Thanks for a reminder!

  4. Pankaj Oza Says:

    Beautiful Poem. What a lucky we are. We are in middle of these God Creation and
    after reading your Poem I feel I’m with Him. Thanks and Wish you all the best for next Poem.

  5. mandeep Says:

    પ્રેમ + સ્પર્શ + વ્હાલ + પ્રીત + પ્યાર + નેહ + સ્નેહ + હૂંફ + મમતા = પરમ પ્રેમ

    પ્રેમ = સ્પર્શ = વ્હાલ = પ્રીત = પ્યાર = નેહ = સ્નેહ = હૂંફ = મમતા = પરમ પ્રેમ

    u r the luckiest person of the world …. that u can get all together…………
    good compairision of human feelings and the nature………

  6. Sangita Says:

    દેવિકાબેન,

    કુદરતના કણકણ્માં રહેલા પરમ પર્ભુપરેમની ઝાંખી કરાવતી આ કાવ્યરચના ખૂબ સુંદર છે. ખાસ કરીને પરેમના દિવસને ઉજવતા મહિનામાં (February). આજનો આ શુભ દિવસ આપને પણ ખૂબ મુબારક!

    સંંગીતા

  7. Pinki Says:

    એક અજીબ કશિશ આ કુદરતના સાંનિધ્યની
    મનને ચેતનવંત કરી જાય છે ….
    પરમ પરત્વેના પ્રેમની અનુભૂતિ
    અમને પણ સ્પર્શી ગઈ, ભીંજવી ગઈ….!!

    Happy Valentine’s Day ……!!!

  8. મગજના ડોક્ટર Says:

    તું છે” એ વાત તો, છે કેવળ કલ્પના !!!!;
    તોયે…. તરંગી આ મનનો વિશ્વાસ છે,
    કે તુલસીના ઝીણા ઝીણા પત્તામાં……….તારો પ્રેમ છે.,પરમ પ્રેમ છે…

  9. Dhwani joshi Says:

    vaah….ketli sunar rachana…. prem naa rup rang ne shabdo maa sajavyaa…very nice gazal..

  10. sush Says:

    Aloukik Rachna.Very spiritual.Very deep thinking.Very very nice.
    Happy Valentine day on yr B’day Feb. 7 th.

  11. VILAS BHONDE Says:

    saaraaas. kyathi suze chhe aava shabdo?

  12. chetu Says:

    અદભૂત…!!! પ્રેમ ને ગમે તેટ્લા વ્યંજનો લગવો, પર્યાય આપો, કાનોમાત્ર લગવો..એનો ભાગાકાર કરો ગુણાકાર કરો કે સરવાળૉ કરો પણ અંતે તો પ્રેમ એ શુદ્ધ પ્રેમ જ છે..!..નામ રુપો જુજવા અંતે તો હેમ નુ હેમ ..!!

Leave a Reply