મઝધારે નૈયા

December 26, 2007

 boat-in-sea.jpg

મુક્તક :

ભવસાગરમાં વહેતી નૈયા,

        હું નથી કાબેલ તરવૈયા,

પ્રભુ, તુજ વિણ ન કોઇ ખેવૈયા,

         પાર ઉતાર મઝધારે નૈયા.


લીલું પાન

December 18, 2007

 leaves.jpg

પાન લીલું, બની રાતું,

           ખરે પછી થઇ પીળું,

સાવ નરવું, કુદરત તારું,

          રૂપ નીતરતું ભીનું .

જાણે ક્યાંથી પીંછી બોળી,

         નિસર્ગ રચે રંગોળી,

દ્રશ્ય પછીતે, ભાસે કોઇ,

         રમતું આંખ-મીંચોલી.


નિસર્ગનું શ્વેત રૂપ

December 7, 2007

snowfall.jpg

 snow2.jpg

ઝરમર ઝરમર આભથી વરસે,

            શ્વેત મોગરાનાં ફૂલો જાણે;

કોમળ કોમળ તાજા સ્પર્શે,

           વાદળ રૂના ઢગલા જાણે;

પડતાં પડતાં ડાળ પર થીજે,

           ક્રિસ્ટલ હો કોઇ મંડપ જાણે;

સરકી સરકી શાંત પડે એ,

           સફેદ મુલાયમ ચાદર જાણે;                   

બર્ફીલા ભીના રૂપો કલ્પે,

           આભ-ધરાનું મિલન જાણે.