બેસતા વર્ષની શુભ શરુઆત…..સાલ-મુબારક….
ઇશ્વરના રૂપ સમા સૂરજની વાત….
ફરી એક્વાર….આપની સમક્ષ રજૂઆત….
*—————–*—————-*——————*————-*
પૂરવનો જાદુગર આવે,
છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે કાલની વાતે,
આશ નવી કોઇ લાવે;
મંચ આકાશે નર્તન કરતે,
રંગ અનોખા વેરે.
કોમળ સવારે,તપ્ત મધ્યાન્હે,
શીળો બને સમી સાંજે;
સુદૂર સાગરે ડૂબી અન્તે,
પુનઃ પ્રભાતે પધારે.
જાદુગરનો ખેલ અનેરો,
ખુબ ખુબીથી ખેલે;
પૂરવ દિશાનો સુરજ ઊગે,
છાબ કિરણની વેરે..

November 9, 2007 at 1:21 pm |
Wah Devikaben!
Nutan Varshabhinandan!
November 9, 2007 at 1:31 pm |
happy new yr…very very nice… congrats..
November 9, 2007 at 6:41 pm |
I am so proud of you Devika… Such…. Nice and professional Blog … #1
You have to teach me….. How did you get there?
November 9, 2007 at 7:44 pm |
Devi ne Pranam.Tame to badha na Devi chho.
Devi Tari pase chhe Brind no Ish,ane Vishal Akash ma Dhruv no Achal Taro.
November 10, 2007 at 11:45 am |
NAVA VARSH MA sURYANARAYANAY MAH
November 16, 2007 at 12:28 pm |
નૂતન વર્ષાભિનંદન
November 21, 2007 at 10:18 am |
કિરણોની છાબ સૂરજ રોજ વેરતો રહે છે. એ તો એ જ છે.એ જ આકાશ,એ જ સૂરજ….જે કંઇ નવું છે તે આપણી દ્રષ્ટિમાં છે તેવું નથી લાગતું ?
સુન્દર રચના. અભિનન્દન…
નવુ વરસ નવા મિત્રો..ની સોગાદ લાવે એ મને તો ખૂબ ગમે. મિત્ર ?
November 24, 2007 at 7:53 am |
bahu j sundar rachana …bahu saras lakhyu cheee