આપણા સંબંધનું ગીત જડ્યું આજે,
નો’તુ વિચાર્યું મારે શોધવું છતાં યે,
દોડીને આવ્યું બસ એમ આપમેળે,
રમતું દીઠું ને બેઠું કલમની કોરે.
સમયના પાન કેવાં ઉડ્યાં ને આજે,
નો’તુ વિચાર્યું મને સ્પર્શ્યું છતાંયે,
આવીને સ્મિત દીધું દિલને માંડવડે,
મસ્તીથી ઝૂલે એ તો મનડાને માળે.
વર્ષોના વાયરા વીત્યા ને આજે,
નો’તુ વિચાર્યું મને વળગ્યું છતાંયે,
ગણગણતું કાનમાં ગૂંજ્યુ કોણ જાણે,
શબ્દોની દોરે ગૂંથાયું ગીત રૂપે….
October 4, 2007 at 5:09 pm |
સવારથી જ એક જુની અને જાણીતી ગઝલની પંક્તિઓ કાનમાં ગૂંજ્યા કરતી હતી :
“છીછરા નીરમાં હોય શું ન્હાવું,તરવા તો મઝધારે જાવું;
ઓર ગાણામાં હોય શું ગાવું,ગીત ગાવું તો પ્રીતનું ગાવુ…”
અંતે પ્રીતનું ગીત આકાર પામ્યુ….
October 4, 2007 at 6:36 pm |
Good song.
October 5, 2007 at 12:21 pm |
આપણા સંબંધનું ગીત જડ્યું આજે
નો’તુ વિચાર્યું મારે શોધવું છતાં યે, that called a poet,
October 5, 2007 at 3:04 pm |
Very nice song!
October 7, 2007 at 10:20 am |
saras shabdo. tamara preet nu geet gamyu
October 8, 2007 at 10:56 am |
mari pase vakhan karva sabdo nathi fantastic mind blowing.
October 8, 2007 at 9:45 pm |
સરસ શબ્દોમાં ભાવ વ્યક્ત કરી દીધો! ગમ્યું.
October 10, 2007 at 6:39 am |
સરસ મજાનું ગીત….
October 11, 2007 at 2:57 am |
Didi, missed your 3 poem in my vacation.I think this poem is for me!!!!!
October 12, 2007 at 7:59 pm |
sundar shabdo…!