ભીતર ઉત્તર

 innerpeace.jpg

  પ્રશ્ન પૂછ્યો પ્રીતને, ક્યાં છે તું, કોને ખબર ?
 
         ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર”

 પ્રશ્ન પૂછ્યો ઈશને, ક્યાં છે તું, કોને ખબર ?
 
         ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”

પ્રશ્ન પૂછ્યો જીવને, ક્યાં છે તું, કોને ખબર ? 

         ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”

 પ્રશ્ન પૂછ્યો શાંતિને, ક્યાં છે તું, કોને ખબર ?

          ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”

 પ્રભુ,પ્રીતિ,જીવ,ને શાંતિ, સર્વ છે સૌની અંદર,

         શાને મનવા દોડે ભૂલી, સત્ય સદા સદંતર…
           

11 Responses to “ભીતર ઉત્તર”

  1. Devika Dhruva Says:

    માનવીની અંદર પડેલી મહાશક્તિનું રહસ્ય સમજાવતાં ,
    કોસ્મિક માનવ શ્રી અરવિંદે( શ્રી ગુણવંત શાહના શબ્દોમાં) કહ્યું છે કે,

    “પરમ શાંતિમાં
    પોઢી રહી છે
    પરમ શક્તિ ”

    તો વળી રિચાર્ડ બેકે આ મહા શક્તિની અપાર શક્યતાઓની
    કાવ્યમય રજૂઆત કરી છે આ રીતે :

    “જેને દૂનિયા
    ઇયળનો અંત કહે છે
    તેને ગુરુ
    પતંગિયાની શરુઆત કહે છે.”

    આવા ઉંચા અને ઉમદા વાંચન પછી લખાયેલી રચનાની સહર્ષ રજૂઆત………..

  2. Pancham Shukla Says:

    Nice poem. Thanks for sharing.

  3. vijayshah Says:

    “જેને દૂનિયા
    ઇયળનો અંત કહે છે
    તેને ગુરુ
    પતંગિયાની શરુઆત કહે છે.”

    એક જિંદગીની શરુઆત અને એકનો અંત..
    બધ્ય્જ છે ભીતરમાંતો કેમ્ શોધ રહે નિરંતર્?

    ઘણીજ ઉત્તમ વાત..

  4. મગજના ડોક્ટર Says:

    TERE GHATME HI HE RAMA.

    TO HI TU, TO HI TU,TO HI TU AV KEVALAM.

    LISTEN TO ANY ONE WHO HAS FOUND THE TRUE SELF.

    NICE POEM.

  5. Sangita Says:

    Nice one Devikaben!

  6. વિશ્વદીપ બારડ Says:

    આત્મા-પરમાત્મા એ પરમ સત્ય છે..માનવી જાણ છે..છતાં ઘેલછા. અને તૃષ્ણા માનવી ને હંમેશા દોડતો રાખે ! મંદીર ,મસ્જીદ અને ચર્ચ જેવા સ્થુળ જગ્યા એ શાંતીની ખોજ-ઈશ્વરની ખોજ ,પ્રેમની ખોજ..એ અવિરત ચાલ્યાજ કરવાનું.. જાનકર ભી અનજાન હૈ હમ સબ માનવી !

  7. pravinash1 Says:

    Which is fact

  8. વિવેક Says:

    સુંદર રચના….

  9. vilas bhonde Says:

    this is great,peculier spiritual thing

  10. sush Says:

    Aaj Satya Chhe.Very Inspiring to many people.

  11. v m bhonde Says:

    once again.liked very much.tame 4 lines ma adhyatmic satya kidhu

Leave a Reply