શતદલ

 shatdal.jpg

શતદલ પંખ ખીલત પંકજ પર, 
         હસત નયન જ્યમ શ્યામ વદન પર,
શત શત બુંદ સરક દલ વાદળ,  
        ભીંજત બદન નર નાર નવલ પર,

ઘનન ઘનન ગરજત નભમંડળ,
 
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર,
છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર,
સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક,
પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત પ્રીત મન કરત પાવન.
સદ્યસ્નાતા સરી રુમકઝુમક, 
         ધરત ધરિત્રી લીલ રંગ અંગ,
મદહોશ મૂશલ પર્જન્ય બરસત,
        ઝુલત ફુલ શતદલ મધુવન પર….

17 Responses to “શતદલ”

  1. vijayshah Says:

    પલપલ શબદ લખત મનભાવન,

    ઝરત પ્રીત મન કરત પાવન.

    સરસ
    ઘણુ સરસ

  2. Sangita Says:

    Wah! Classic! I tried to read it loud and it sounds so much in rhythm. Sounds like I am reciting some Sanskrit kavya of Shakuntal.

  3. વિવેક Says:

    સુંદર ગીત… પ્રાચીન ગુજરાતી ગીત-શૈલીનું સ્મરણ કરાવે એવું સહજ અને સરસ… ધ્વન્યાત્મક શબ્દોની પુનરોક્તિના કારણે ગીતને અદભૂત લય મળ્યો છે અને ગીત વાંચતા હોઈએ ત્યારે કોઈ ગાતું હોય એવો રણકો સતત મનમાં ખણક્યા કરે છે એ કવિકર્મની સબળતા…

    વરસાદનું વર્ણન થઈ રહ્યું હોય એવી અનુભૂતિ સતત ભીંજવતી રહે છે. અને દરેક પંક્તિમાંથી નવો વરસાદ ઊઘડતો ભાસે છે. અંત છતાંય થોડો કઠ્યો. આટલા સુંદર કાવ્યના અંતે કૈંક ચમત્કૃતિની આશા બંધાઈ હતી, એ અંતમાં થોડી મોળી પડી…

  4. Tanuj shah Says:

    What Poem!!!. The words, The Rhythme, It’s one of the best poem of the year.

  5. Kapil Dave Says:

    It’s great poem. I was not reading, I was singing the song

  6. NAVIN BANKER Says:

    Very Very Good Poem- Real Poem ! I don’ have words to narrate.

    Navin Banker
    July 02, 2007

  7. kokila parikh Says:

    very nice. This remind me “Vrajbhasha”, so sweet to read & sing

  8. વિશ્વદીપ બારડ Says:

    પલપલ શબદ લખત મનભાવન,

    ઝરત પ્રીત મન કરત પાવન.

    સુંદર ગીતના લય સાથે લખાયેલ આ સુંદર કાવ્ય મનોહરતા સાથે લયકારક બન્યું છે.

  9. hemantpunekar Says:

    ખૂબ સુંદર ગીત દેવીકાબેન!

  10. Pankaj Oza Says:

    Devikaben, Very good Poem. Poem with rythem and with very good wording.

  11. sush Says:

    I am lost.too good Lat two lines are Awesome.
    “Pal pal…..Prit man karat paawan.”

  12. ઊર્મિ Says:

    દેવિકાબેન, ખરેખર ખૂબ જ સુંદર ગીત…

    ગીત અને ગીતનો લય બંને ખૂબ જ સુંદર અને અસરકારક છે!

    ખૂબ ખૂબ અભિનંદન…!!

  13. Devika Dhruva Says:

    SHAT SHAT thanks to all who appriciated my “SHATDAL” !!

  14. Kulin Mehta Says:

    “Shat Shat’ Abhinandan!
    Nicely written poem with excellent choice of words taking us to nature!
    You could have extended the poem by stretching your imagination a little more.
    but it is indeed a very good creation and it reminded me of a similar worded song in a Hindi movie “Navrang” by Bharat Vyas –
    “kaarii kaarii kaarii a.Ndhiyaarii thii raat”
    Keep creating these gems for our enjoyment.

  15. shamili Says:

    Very Good Poem!

  16. vilas bhonde Says:

    SHABDONI AKHANI ANE MANDNI GAMI. KAVITA SAMHALVI GAME AVI CHHE. SUNDER

  17. Nilesh Vyas Says:

    a nice creation… word, rythem and especially the way u present our nature

Leave a Reply