ગીતા-દર્શન

 gita3.jpg

ગીતા-દર્શન

અઢાર પર્વનું મહાભારત

               ને અઢાર અધ્યાયની ગીતા,

મહાભારતના તુલસીક્યારે

               દીવો પ્રગટ્યો તે ગીતા,

જ્ઞાન-કર્મ-ભક્તિની ગાથા

              ત્રણેની ના જુદી કથા,

એક વગરના બે અધૂરા

               ત્રિવેણીતીર્થ મળે તે ગીતા.

વિષાદ યોગથી પ્રારંભ એનો,

               બ્રહ્મનિર્વાણે વિરામ;

જીવનકોષનો અર્થ સૂઝાડી,

               વિધવિધ રીતો વદે તે ગીતા.

(inspired by Gunvant Shah’s book )

4 Responses to “ગીતા-દર્શન”

  1. પંચમ શુક્લ Says:

    સુંદર ગીતા દર્શન.
    આશા છે આપ આપના બ્લોગનું ઉંઝાકરણ નહીં થવા દો.

  2. kokila parikh Says:

    I wish I can express my views in Gujarati. Geeta janu jivan chhe a jyare gita par kaik lakhe to tanu vivechan karia tatlu achhu pade.
    Devikaben, this is very good. keep it up.

  3. વિશ્વદીપ બારડ Says:

    શબ્દકોષમાં અર્થ જડે,

    જીવનનો અર્થ વદે તે ગીતા.
    ગીતા વિષે જેટલું લખી એ એટલું ઓછું !
    સમંદર જેવી ગીતા આપણા વિચારોની પીછી બોળી ..સરસ્વતિના ચરણોમાં ધરીએ.

  4. sush Says:

    I am thinking to make Cd with all your Poems with your different pics.with different poems.
    I will save these “Treasure.”

Leave a Reply