અડધી રાતે આંખ ઢળી’તી
સપનામાં હું છળી પડી’તી.
સીડી લઇને નભે ચડી’તી,
આભે એનું નામ લખતી’તી.
શ્વેત સુંવાળા વાદળ વચ્ચે તરતી’તી
તારાઓના કાને જઇ કંઇ કહેતી’તી.
ચાંદને ખોળે બેસી હું શરમાંઇ’તી,
પ્રેમ અનુપમ પામીને હરખાઇ’તી.
અક્ષરોના હીરા હું ત્યાં જડતી’તી,
શબ્દોની દીપમાળા જાણે ગૂંથતી’તી.
વ્યોમથી ભોમ પર વળી ચૂકી’તી,
ફરી એક્વાર છળી પડી’તી,
સપનામાંથી સરી પડી’તી,
પ્રભાત પડતાં આંખ ખુલી’તી.
June 20, 2007 at 11:52 pm |
વ્યોમથી ભોમ પર વળી ચૂકી’તી,
ફરી એક્વાર છળી પડી’તી.
શમણામાં કંઈક તો મજા છે.. જે કદાચ વાસ્વિક્તામાં નથી..સુંદર કવિતા !
June 21, 2007 at 4:08 pm |
very very nice. tamne aava shabdo kyathi suze chhe?
June 23, 2007 at 7:36 am |
Aakashma Maari Mummy nu naam lakhta hata?
June 30, 2007 at 4:25 am |
સુંદર કાવ્ય
July 14, 2007 at 2:22 pm |
Khub J Saras!