સવાર પડી,મેં બારી ખોલી.
સૂરજ હસ્યો,બસ જાય છે હવે ?
હુંફાળા તેજથી ગાલ પંપાળી પૂછી લીધુ,
કાલે હું કોને સ્મિત આપીશ ?
આંખના ઝળઝળિયા કિરણોથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ ,ત્યાં હું પણ આવીશ.
“હું તો તારી સાથે જ છું.”
બપોર પડી,મેં બારણાં ખોલ્યાં..
ફૂલો રડવા જેવું હસ્યા,વૃક્ષો ડોલ્યાં,
પાન શિર પર ખેરવી પૂછી લીધું,
બસ જાય છે હવે ?
કાલે અમે કોને સ્મિત આપીશું ?
આંખના આંસુ ડાળીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ, ત્યાં અમે પણ આવીશું.
“અમે તો તારી સાથે જ છીએ.”
સાંજ પડી, બારીમાં ચાંદ સિતારા ડોકાયા..
ટમટમ પ્રશ્નો પૂછી લીધા,બસ જાય છે હવે ?
કાલે ત્યાંથી અમને નીરખી કોણ લખશે ?
આંખના ટીપાં ચાંદનીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ ,ત્યાં અમે પણ આવીશું.
“અમે તો તારી સાથે જ છીએ.”
રાત પડી,ઘરની દિવાલો ચૂઇ પડી..
બસ, છેલ્લી રાત ?, જાય છે હવે ?
ધારદાર પૂછી લીધુ,
કાલે કોને સુવાડીશું અમે ?
પ્રેમથી આંખના બિંદુ લૂછી કહ્યું,
જ્યાં જાય છે તુ, ત્યાં અમે પણ હોઇશું જ.
“અમે તો તારી સાથે જ છીએ.“
છેલ્લી ક્ષણે.. સ્વજનો ટોળે વળ્યાં મનમાં.
ત્યાં આ ભીનો અવાજ કોનો ?”
”ભૂલીશ ના મને ,શિવ છું હું.
કાલે અમને કોણ જગાડશે?અહીં,દીવો કરી, અમારી પૂજા કોણ કરશે ?”
હૈયું ગદ્ ગદ થઈ ઉઠ્યું ;બોલ્યું, :
શોધે છે કોને ? હજાર હાથ તો સાથે છે.”
વિશાલ આકાશને હૃદયે ભરી,
ચાલ નવી એક ભૂમિકા પર…..
કુદરત તો સદા તારી સાથે જ છે.
June 6, 2007 at 6:43 pm |
છેલ્લી ક્ષણે.. સ્વજનો ટોળે વળ્યાં મનમાં.
ત્યાં આ અવાજ કોનો ?”
ભૂલીશ ના મને,શિવ છું હું.
શોધે છે કોને ? હજાર હાથ તો સાથે છે.” Sundar
જીવ ત્યાં શીવ..શ્વાસમાં- ઉચ્છવાસમાં જે નિરંતર છે..
June 6, 2007 at 9:34 pm |
Very Nice… Compromise!
That is why it is always said, “Live in the present!”
June 7, 2007 at 11:48 am |
ઇશ્વર તો સદા સાથે જ હોય છે.. બસ ફીલ કરવાની જરૂર છે… આપણે આ ફીલ ક્રરવાનું છોડી દીધું છે …
June 7, 2007 at 11:48 am |
ખુબ સુંદર કાવ્ય…
June 7, 2007 at 3:11 pm |
Very nice one!
June 7, 2007 at 3:18 pm |
It Reminds me of one Dialogue from movie”Roti,kapda,Makan”
Suno,”Saath Na de koi ,Chalna muze aata hai,
Har aag se Wakif hun,Jalna Muze Aata hai.”
June 7, 2007 at 5:15 pm |
Khub J Saras..Dil ne touch kari gau….
June 8, 2007 at 4:36 am |
KALPANARAMYA
June 18, 2007 at 6:54 pm |
No Comment, I have no word for that
July 23, 2007 at 6:16 pm |
Very Good