ફાગણના કામણ

May 3, 2007

spring-flowers.jpg 

મનને આંગણ આવે ફાગણ,
     રંગોના લઇ કામણ;
વસંત વીંઝણા ઢોળે નમણા,
     મેઘધનુષી શમણાં.
ફુલની ફોરમ મહેંકે આંગણ,
     ઢાળે ઘેરા   સૌ   નેણ;
વાંસળી વેરણ બનીને કારણ,
     જગવે આશ-કિરણ.
હોળી ખેલે માનવ-મહેરામણ,
     ઉમંગ લાવે ફાગણ;
ધક ધક ધડકે હ્ર્દય અજાણે,
     પ્રેમના ઢાઈ વેણે……….


આકાશી સાંધ્યદીપ

May 2, 2007

 moon1.jpg

ગગનગોખમાં સાંજ ઢળે ઍક દીપ ધીરેથી પ્રગટે,

અંધારી આલમ પર પ્રસરે ચાંદની એની રેલે;

વિધવિધ રૂપો નિત્યે વેરે સુદ-વદમાં એ ખેલે,

પુનમ રાતે માઝા મુકે સાગરને છલકાવે.

ભરતી ટાણે મોજા છોળે પ્રેમી દિલને ઉછાળે,

બાલ હ્રદયને હઠ કરાવી હાથમાં ચાંદો માંગે; Read the rest of this entry »


ભિતરના ખજાના

May 2, 2007

khajana1.jpg 

મનની ભીતરમાં ભર્યા છે ખજાના,
        સાગર મહીં જેમ મોતીને હીરા;
સાચાં કે ખોટા, સારા કે નરસા,

        કદી ન જાણે કોઇ મનની માળા.
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ,
        જડે તો યે ફક્ત શંખોને છીપલાં; Read the rest of this entry »


મને હું મળી.

May 1, 2007

નિસર્ગ

May 1, 2007

nisarg.jpg

શબ્દોની પાંખે ઉડી આકાશ,
        ડુંગરની કંદરામાં જાગી તલાશ.
ક્ષિતિજની કોરે રમી ક્ષણવાર,

      સુરજની પાળે પહોંચી પળવાર.
વ્યોમ ને ભોમની મધ્યે અવકાશ,

      વ્રુક્ષોના માળે મળી મોકળાશ.
હવાની લહેરખીમાં માણી હળવાશ, Read the rest of this entry »