પાં…ચ તત્વોના રચ્યાં
મારા રામે કેવાં માનવ રે,
કાયા કામણગારી સજીને
માયા કેરાં મિલન રે….. પાં..ચ તત્વોના રચ્યાં
જનમ-જનમના જીવો ક્યાંથી
જગમાં આવી ભળતા;
વિસ્મયનો સંસાર રચીને
અલોપ પણ એ થાતાં રે…પાં..ચ તત્વોના રચ્યાં
અલકમલકની વાતો વેરી
સુખ-દુઃખને એ ગાતાં;
કઠપુતળીના ખેલ સમા સૌ;
બાજીગરના ખેલ સમા સૌ,
પડદો પડે વિરમતાં રે….પાં..ચ તત્વોના રચ્યાં
