ક્ષણે-ક્ષણને એકત્ર કરો તો
ચિત્ર બને આ જિંદગી.
નવજાત બાલની પલ સ્મરો તો
માસુમ ભેટ આ જિંદગી.
યુવાન વયને વાગોળો તો
સ્વપ્નીલ લાગે જિંદગી.
કરો નજર વનની કેડીએ તો
જેવી જુવો તે જિંદગી,
શમે પ્રશ્ન આથમણે શમણે,
જેવી જીવ્યા તે જિંદગી…
This entry was posted on Sunday, May 6th, 2007 at 7:05 pm and is filed under કાવ્યો. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
May 7, 2007 at 9:28 pm |
Devikaben,
I am speechless! You are amazing!Awesome.
sush
May 9, 2007 at 6:22 pm |
જિવનને જીવતાં જીવતા
સામી મળે તે જિંદગી
સરજનહારનો માનો પાડ
દીધી આવી મધુરી જિંદગી