સુવિચારોના મોતી

     seashell_pearls.jpg   

 સંકલન:  

  • સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.
                                                             ——સોક્રેટીસ——-
  • તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાય.
                                                             —-સુરેશ દલાલ—–
  • પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
                                                             —-રજનીશજી——
  • જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ. 
                                                           —-સ્વેટ મોર્ડન—

  • તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.                                        —એલેક્સીલ કેરલ—-
  • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.|
                                                         —કવિ કાલિદાસ—-
  • મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
    આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય.
                                                        —સુરેશ દલાલ—
     
  • કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.
                                                       –શ્રી અરવિંદ—
  • કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.
                                                              –ગેટે– 
  • પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ  છે.
                                                        –જયશંકર પ્રસાદ–
  • પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
                                                       –થોરો–
     
  •  ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી.                                           –સેંટ ઓગસ્ટાઇન–
     
  • ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ.
                                                        –મિલ્ટન–   
  • ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.
                                                        –પ્રો.વિલ્સન–
  • શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.
                                                         –રામનરેશ ત્રિપાઠી—
  • પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને  ભૂલી જવું, અને
    બીજું ,પોતાના અસ્તિત્વ  સુદ્ધાંને ભૂલી જવું.
                                                              રામકૃષ્ણ પરમહંસ—
            
  •  ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે.                                                       —ડેલ કારનેગી—
  • સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.
                                                                —ટાગોર—
  • વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.
                                                                —ફાધર વાલેસ—
  • પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ઝવેરાત્  ભરી છે. શરત માત્ર એટલી કે
    ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.
                                                                —ખલીલ જીબ્રાન—
  •  આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે.
                                                                —બ્લેક–
  • મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે.
                                                                —રૂસો–    
  • ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે.
                                                         —–ટાગોર—-
  • એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે.                                     ——સુરેશ દલાલ—-   
     
          
     
  • સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર.
                                                         —–સુરેશ દલાલ——.  
      
  •  ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય.              —–પિકાસો—–
  • માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે.
                                                          —-ટોલ્સ્ટોય—-
  • કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.  
                                                           —રવિન્દ્રનાથ ટાગોર—-
        
  • રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા
    પામીએ છીએ.
  • સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
  • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
  • શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
  • મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
  • એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.                                                                       
  • હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
  • હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
  • જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
  • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
  • લગ્નજીવનની સફળતાનું રહસ્ય :  મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
  • જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
  •  કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
  • નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
  • દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
  • સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો
    સાક્ષાત પશુ જ છે.
  • કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી  શકવાની છે ?
  • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
    માત્ર એક પડદો હોય છે.            

  • વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
  • કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
  • ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
                                                                                    
                                                                                     
  • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
    માત્ર એક પડદો હોય છે.
       
           
  •  

  • પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
  • જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,
    કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
  • બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,
    બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
  •  મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના    ઉંડાણમાં  પ્રગ્ટાવેલો  શ્રધ્ધાદીપ આત્માને  વધુ પ્રકાશ આપનારો નીવડશે.

  • સમાધિમાં બેસીને  ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં   રહીને દરેક પળે ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.

  • પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે   કલંકનો કાળો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.

  • નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.

  • ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત  સર્જે છે. 

  • પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.

  • આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે,પરંતુ જીવન પ્રવાસ માટેનો  વિસા પામે છે ખરો ?
     

  • આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.

  • ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ “મીઠું” ન પડ્યું હોત.

  • દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.

  • જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.

  • જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે
    ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે.

  • કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે ?

  • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.

  • ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં પરિણમે છે.

  • ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.

  • ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.
  • ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને ?
  • મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ
    વધુ ખરાબ છે.
  • એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.
  • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.

  • બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય…
  • અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.
  • પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.
  • અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને
    યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક.
  •  

11 Responses to “સુવિચારોના મોતી”

  1. shamili Says:

    Really inspiring.

  2. Sush Says:

    I liked “Nikhalas paney Kalank no Kalo Kamlo Odhi lenar Vadhare Mahan chhe.”

  3. Sangita Says:

    આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.

    It reminds me of one sher of one ghazal:

    Sar Kat Ke Sarfaraz hein hum aur ziyada
    Jun Shakh badhe ho ke kalam aur ziyada

    Namrata e mahanta nu abhushan chhe.

  4. mandeep Says:

    every line says diffrent facts of life…..

  5. Smita and Ketan Says:

    tamari vato no uttar …tamne maun ma male to tamne mathu lage ke nahi ???

    atlej hu kahu chhu ke ” Shabdo na Palav odhva ma maja chhe.

  6. shivshiva Says:

    સાચ્ચા મોતી છે.

  7. vilas bhonde Says:

    khub sunder

  8. BHUPENDRA MODY Says:

    thank you, good creativity. like it very much.

  9. Sangita Says:

    Sundar Suvicharo!

  10. vijayshah Says:

    સુવિચારોનાં મોતીનો ખજાનો સતત ભરતા રહેજો…
    ઘણાને તેના વાંચનથી લાભ થશે જેમ મને અહીંથી એક વાર્તા જડી

  11. vilas bhonde Says:

    navasuvicharo ne pan manu chhu

Leave a Reply